બહુજન સમાજ પાર્ટી (મ્જીઁ) ના વડા માયાવતીએ ફરી એકવાર તેમના ભત્રીજા આકાશ આનંદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કર્યા, મહિનાઓ પછી તેમને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા.
મીડિયા સુત્રોએ જણાવ્યા પ્રમાણે, આગામી ચૂંટણીમાં આકાશ આનંદને પક્ષનો પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવશે. બસપામાં હાલ ત્રણ નેશનલ કોઓર્ડિનેટર છે. જેમની ઉપર આકાશ આનંદ ચીફ નેશનલ કોઓર્ડિનેટર તરીકે દેખરેખ રાખશે.
બસપાના નેશનલ કોઓર્ડિનેટરમાં રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ, રણધીર બેનીવાલ અને રાજારામ સામેલ છે. રામજી ગૌતમ સંગઠનમાં બિહાર પ્રદેશના પ્રભારી છે. આકાશ આનંદની રાજકારણમાં જવાબદારી વધતાં પક્ષમાં નવી ઉર્જાનો સંચાર થવાનો સંકેત મળ્યો છે.
થોડા સમય પહેલા માયાવતીના ભત્રીજા આકાશ આનંદ અને તેમના સસરા અશોક સિદ્ધાર્થને કથિત રીતે શિસ્તતાનો ભંગ કરવા બદલ પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. જાે કે, મહિના બાદ નાટકીય રૂપે બસપા પ્રમુખે આકાશને ફરી એક નવી તક આપવા ર્નિણય લીધો હતો. આકાશે ૧૩ એપ્રિલના રોજ જાહેરમાં માફી પણ માગી હતી. તેમજ માયાવતીના નેતૃત્વ હેઠળ કામગીરી કરવાનો સંકલ્પ પણ લઈધો હતો. આકાશે કહ્યું હતું કે, હું માયાવતીને જ એકમાત્ર રાજકીય ગુરૂ અને રોલ મૉડલ માનું છું. કોઈપણ સગા-સંબંધી કે રાજકરણીની સલાહ ન લેવાનું વચન પણ લઉ છું.
થોડા દિવસો અગાઉ આકાશે માયાવતી પાસે માફી માગતાં માયાવતીએ પણ ઠ પર પોસ્ટ કરી આકાશને એક તક આપવાની જાહેરાત કરી હતી. બસપા સુત્રોનું કહેવુ છે કે, આકાશ આનંદની આ નવી ભૂમિકાથી આગામી ચૂંટણીમાં પક્ષ મજબૂતાઈથી ઉભરી આવશે. આકાશ આનંદ પક્ષના પ્રમુખ રણનીતિકાર તરીકે કામગીરી નિભાવશે. તેમની છબિ એક યુવા અને ઉર્જાવાન નેતા તરીકેની છે. જે પક્ષને યુવા નેતૃત્વનો સંદેશ આપશે.
બસપા પ્રમુખ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ચીફ નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપી

Recent Comments