fbpx
ગુજરાત

રાજકોટમાં બિલ્ડરની દાદાગીરી : મંજૂરી વગર વૃક્ષો કાપતા વિવાદ સર્જાયો, લોકોમાં આક્રોશ જાગ્યો

વૃક્ષો કાપનાર માણસોએ આ બાબતે ગલ્લાં તલ્લાં કરવા લાગતા સ્થાનિકો દ્વારા વૃક્ષ કાપતા રોકવામાં આવ્યારાજકોટમાં બિલ્ડરે શહેરમાં વૃક્ષોનું નિષ્કંદન કરતા લોકોમાં આક્રોશ, બિલ્ડરને ઇસ્ઝ્ર એ નોટિસ ફટકારી છે. રાજકોટ શહેરના સિંચાઈ નગરમાં એક બિલ્ડરે મંજૂરી વગર વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો છે. મોડી રાત્રે બિલ્ડરના માણસોએ ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કાપતા સ્થાનિકો અને સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ વિરોધ નોંધાવ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધો આસપાસના વિસ્તારમાં આવેલ વૃક્ષોનું ખૂબ જતન કરતા હોવાથી આ ઘટનાથી તેઓ રોષે ભરાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરે પોતાના લાભ માટે મોડી રાત્રે અંધારામાં આ કૃત્ય કર્યું છે.

શહેરના સિંચાઈ નગર વિસ્તારમાં આવેલ સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધો પર્યાવરણ પ્રેમી છે. વૃધ્ધાક્ષમના વૃદ્ધો દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલ વૃક્ષોનું ખૂબ જતન કરવામાં આવે છે. પરંતુ ગત મોડી રાત્રે આર.કે. બિલ્ડરના માણસો સિંચાઈ નગરના વૃક્ષો કાપવા લાગ્યા.ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કપાતા વૃદ્ધો રોષે ભરાયા હતા. વૃક્ષો કાપનાર માણસોને સરકારની મંજૂરી છે કે નહીં તેને લઈને પૂછપરછ કરવામાં આવી. વૃક્ષો કાપનાર માણસોએ આ બાબતે ગલ્લાં તલ્લાં કરવા લાગતા સ્થાનિકો દ્વારા વૃક્ષ કાપતા રોકવામાં આવ્યા હતા. આ બનાવ બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ બિલ્ડરને નોટિસ ફટકારી છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઇસ્ઝ્રએ બિલ્ડરને ૭ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. શહેરમાં કોઈપણ જગ્યાએ ઝાડ કાપવું હોય તો કોર્પોરેશનની મંજૂરી લેવી પડે છે છતાં પણ આર.કે બિલ્ડર દ્વારા મંજૂરી લીધા વગર જ ઝાડ કાપી નખાયા. સ્થાનિકોએ માંગ કરી છે કે બિલ્ડર દ્વારા વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવે. કોર્પોરેશન દ્વારા આર કે બિલ્ડર સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે.

Follow Me:

Related Posts