ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે તારીખ ૧૬-૧૦-૨૦૨૫ના રોજ વોક ફોર “ક્વોલિટી– ૨૦૨૫”નું BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ), રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. જેના અંતર્ગત આઈ.ટી.આઈ.ના આશરે ૬૦૦ તાલીમાર્થીઓ (ભાઈઓ અને બહેનો સહિત)એ રેલી સ્વરૂપે ભાગ લીધો હતો. આ રેલી આઈ.ટી.આઈ કેમ્પસથી શરૂ થઈ અમરેલી બસ સ્ટેશન સુધી પહોંચી હતી અને ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પુનઃ આઈ.ટી.આઈ ખાતે પૂર્ણ થઈ હતી.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો હતો કે, તેઓ માત્ર BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ), હોલમાર્ક તેમજ ISI (ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઈન્સ્ટિટ્યુટ) જેવા પ્રમાણિત માર્કોવાળી વસ્તુઓ જ ખરીદે. વિદ્યાર્થીઓએ બેનરો, પ્લેકાર્ડ્સ અને સ્લોગન્સ દ્વારા આ સંદેશને લોકો સુધી પહોંચાડ્યો હતો.
આ ‘ક્વોલિટી વોક’થી શહેરના નાગરિકોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના મહત્વ વિશે જાગૃતિ આવી હતી અને વિદ્યાર્થીઓએ પોતાની જવાબદારી નિભાવીને સમાજસેવાનું ઉદાહરણ રજૂ કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે શ્રી અતુલ કાનાણીએ ભાગ લીધો હતો. તેમની સાથે BISના ડાયરેક્ટર શ્રી,પારિજાત શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી, પિયુષભાઇ ગેડીયા અને શ્રી, રાહુલભાઈ રાજપૂત,શ્રી શુભમજી, શ્રી,મેહુલભાઈ ધોરાજીયા,અમરેલી આચાર્ય સંઘના પ્રમુખશ્રી, મુકુંદભાઈ મહેતા તેમજ જિલ્લા શિક્ષણ કચેરીના પ્રતિનિધિશ્રી, સુનિલભાઈ ગોયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનુ સંપૂર્ણ માર્ગદર્શન BISના પ્રમોશનલ ઓફિસર શ્રી અમનસિંઘ એ આપેલ હતું. વધુમાં અમરેલી જિલ્લાના નોડલ પ્રિન્સિપાલ ડો. ટી.એમ. ભટ્ટ પણ હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આઈ.ટી.આઈ.ના સમગ્ર સ્ટાફે આ આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments