આઈ એસ આઈ માર્ક વગરના રમકડાં વેચવાવાળા વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો દ્વારા દરોડા

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા વેપારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, ૧) મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર ૭૨, ગોદામ ૧-બી, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત – ૩૯૫૦૦૪, ૨) મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર ૭૨, ગોદામ ૧-એ, શુભમ હાઇટ્સ ના સામે, ડભોલી, સૂરત ગુજરાત ૩૯૫૦૦૪ પર ૨૫.૦૩.૨૦૨૫ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને ઉદ્યોગપતિઓ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા બનાવેલી તેમની દુકાનોમાં રમકડાં વેચતા હતા. દરોડા દરમિયાન બંને વેપારીઓ પાસેથી ૈંજીૈં માર્ક વગરના કુલ ૧૩,૬૫૦ ઁષ્ઠજ (લગભગ) રમકડાં જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી મેસર્સ એડિકેડી એન્ટરપ્રાઇઝના પાસે ૧૨,૯૦૦ ઁષ્ઠજ અને મેસર્સ એક્રો એન્ટરપ્રાઇઝ ના પાસે ૭૫૦ ઁષ્ઠજ રમકડાં પ્રાપ્ત થયા હતા.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના આદેશ નંબર ૧૧(૪)/૯/૨૦૧૭-ઝ્રૈં મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા રમવા માટેનો હેતુ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી ઉત્પાદિત સામાન પર ૈંજીૈં ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે, ૈંજીૈં ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જાે આમ કરતા જાેવા મળશે, તો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૧૬ની કલમ ૧૭ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. ૨,૦૦,૦૦૦/-નો દંડ અથવા બંને થઈ શકે છે.
અનૈતિક ઉત્પાદકો અને વેપારીઓ સામાન્ય રીતે લોકોને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ વિના આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે અથવા વેપારીઓ ૈંજીૈં ચિહ્ન વિના રમકડાં વેચે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જાેખમોથી બચાવવા માટે દુરુપયોગની પ્રાપ્ત/સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેમની પાસે બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના પ્રમાણપત્રના દુરુપયોગ વિશેની માહિતી હોય અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય, તો તેઓ ચીફ, બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, સુરત બ્રાન્ચ ઑફિસ, પ્રથમ માળ, દૂરસંચાર ભવનનો સંપર્ક કરી શકે છે , કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ, સુરત- ૩૯૫૦૦૧ (ટેલિફોન – ૦૨૬૧- ૨૯૯૦૦૭૧, ૨૯૯૧૧૭૧, ૨૯૯૨૨૭૧, ૨૯૯૦૬૯૦). જેર્હ્વ-હ્વૈજજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ અથવા ષ્ઠદ્બીઙ્ઘજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Recent Comments