બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. રાજકોટમાં મ્ઢ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક કા ડબલની સ્કિમમાં ૮૦૦૦ લોકો પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ૩૦૦ કરોડથી વધુની છેતરપિંડી આચરતા બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. મ્ઢ ગ્રુપ દ્વારા ૫ ટકાથી લઈ ૨૫% સુધી વ્યાજ વળતર આપવાની સ્કીમથી કેટલાય લોકો ઠગાયા છે, ત્યારે રાજકોટમાં મ્ઢ ગ્રુપ જેવું જ બીજું કૌભાંડ સામે આવ્યું છે. એક કા ડબલની સ્કિમમાં હજારો લોકો છેતરાતા કૌભાંડ સામે આવ્યું છે. ક્રિપ્ટો કરન્સીમાં ૮૦૦૦ લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી.
જેમાં “બ્લોક ઓરા” નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ કોઠારીયા વિસ્તારમાં રહેતા વેપારી મોહસીન મુલતાનીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કમિશનર, ડ્ઢય્ઁ તેમજ ગૃહ મંત્રીને પણ અરજી કરવામાં આવી છે. ૩૦૦ કરોડથી વધુની છેતરપિંડીનું કૌભાંડની અરજીથી જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છેતરપિંડી કરનારાએ અરજદારને મુંબઈ સહારા હોટલમાં મિટિંગ કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ટી બેક નામની કોઇન કરન્સીમાં ૪.૫ લાખનું રોકાણ કરાવ્યું હતું. રોકડ રોકાણ કરાવી દરરોજ ૧ ટકા વળતરની લાલચ આપી હતી. રોકાણકારાને ૪૦૦ દિવસમાં રોકાણના ડબલ મળશે તેવી સ્કિમ બતાવી વિશ્વાસ જીત્યો હતો. તેમજ આ રોકાણ “બ્લોક ઓરા. કોમ” નામની વેબ સાઈટમાં જાેઈ શકાશે તેવું જણાવ્યું હતું.
પરંતુ જ્યારે નાણા વીડ્રોલ કરવાનું કહેતા આરોપીઓએ બહાના બનાવવાના શરૂ કર્યા હતા. મોહસીન મુલાતાની નામના વેપારીએ તપાસ કરતા કરન્સીનું લિસ્ટીંગ નહિ થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. વેપારીએ વેબસાઈટ જાેતા ૮૦૦૦ લોકોએ સ્કીમમાં રોકાણ કર્યાનું સામે આવ્યું હતું. ૧૨ જેટલા રોકાણકારોને ભેજાબાજાેએ ૭૦ લાખનો ચૂનો લગાવ્યો હતો, જેમાં મોટાભાગના લોકો પાસે ૨૦૨૦થી ૨૦૨૨માં રોકાણ કરાવ્યું હતું. બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ મુલતાની, ભાગીદાર નિતીન જગત્યાની, સૌરાષ્ટ્ર હેડ અમિત મુલતાની, માર્કેટિંગ હેડ અઝરુદ્દીન મુલતાની, ગુજરાત હેડ મકસુદ સૈયદ વિરૂદ્ધ અરજી કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


















Recent Comments