ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓને “વહાલી દિકરી” યોજનાનો લાભ મળી રહે તે હેતુસર જિલ્લામાં
ફોર્મ ભરવાની વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. યોજનાનો લાભ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે
VCE મારફત, સંબંધિત મામલતદારશ્રીની કચેરી ખાતે તેમજ અરજદાર પોતાની જાતે
https://emahilakalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી કરતી વખતે લાભાર્થી દિકરીનું જન્મ પ્રમાણપત્ર, લાભાર્થી દિકરીનું આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન
નોંધણી પ્રમાણપત્ર, માતા-પિતાના આધારકાર્ડ, રેશનકાર્ડ, નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા (ફોર્મ સાથે ઉપલબ્ધ છે),
લાભાર્થી દિકરીનાં માતા-પિતાની અથવા એકલ માતા/ પિતા/ વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું
પ્રમાણપત્ર, નિયત એકરારનામું તેમજ લાભાર્થી દીકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ રજૂ
કરવી.
વાર્ષિક રૂ. ૨ લાખથી ઓછી સંયુક્ત આવક ધરાવતા માતા-પિતા દિકરીના જન્મના એક વર્ષની અંદર આ
યોજના માટે અરજી કરી શકશે.
“વહાલી દિકરી” યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રૂ. ૧.૧૦ લાખની સહાય ત્રણ હપ્તામાં આપવામાં
આવે છે. જેમાં દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૪,૦૦૦/-, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૬,૦૦૦/-
તેમજ દીકરીના ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂ. ૧,૦૦,૦૦૦/-ની સહાય મળવાપાત્ર છે.
દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને
વધુ મજબૂતી આપવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ હેતુને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯થી “વહાલી
દિકરી” યોજના અમલમાં મૂકવામાં આવી છે.
“વહાલી દિકરી” યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, એસ-૮, બીજો
માળ, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવનનો સંપર્ક સાધવો તેમ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી,ભાવનગરની
અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર જિલ્લામાં “વહાલી દિકરી” યોજના અંતર્ગત રૂ. ૧.૧૦ લાખની સહાય માટે ફોર્મ ભરવાની ઝુંબેશ


















Recent Comments