રાષ્ટ્રીય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર પર કેનેડાની આકરી પ્રતિક્રિયા

અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગવામાં આવેલ ટેરિફ પર હવે કેનેડા ની સરકાર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા સાથેના જૂના સારા સંબંધો સમાપ્ત થયા હોવાનું એલાન કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઓટો અને ઓટો પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લાદવાના ર્નિણયની ટીકા કરતાં કાર્નીએ આ જાહેરાત કરી છે.
કાર્નીએ જણાવ્યું કે, ‘અમેરિકા સાથે અમારા સારા સંબંધો હવે પૂરા થયા. અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સેનાના મજબૂત જાેડાણ આધારિત અમારા અમેરિકા સાથેના જૂના સંબંધો હવે સમાપ્ત થયા છે. ટ્રમ્પનો કાર ટેરિફ અન્યાયી છે. તેઓએ બંને દેશો વચ્ચેના ઉમદા વેપાર કરારો તોડ્યા છે.‘
આ બાબતે વધુમાં કાર્નીએ વધુમાં જણાવ્યું હતું કે, આ લેટેસ્ટ ટેરિફ વિરુદ્ધ અમે આકરી લડત આપીશું. અમે અમારી જાતે જ પ્રતિશોધાત્મક વેપાર સાથે તેને ટક્કર આપીશું. અમે અમારા કર્મચારીઓ, કંપનીઓની રક્ષા કરીશું. દેશની રક્ષા કરીશું. અમારી જવાબી કાર્યવાહીથી અમેરિકા પર મહત્તમ અસર થશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના ટેરિફ વલણના કારણે કેનેડામાં પાંચ લાખ નોકરીઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદ કાર્નીએ તુરંત જ પોતાનું ચૂંટણી અભિયાન અટકાવી દીધુ હતું. તેમણે તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠક બોલાવી કહ્યું હતું કે, અમેરિકાએ પોતાના સંબંધ બગાડ્યા છે. હવે ભવિષ્યમાં તેની સાથે ટ્રેડ ડીલ કરવી મુશ્કેલ બનશે.

Related Posts