એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે
ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને
રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ
www.anubandham.gujarat.gov.in શરૂ કરવામાં આવ્યું છે.
રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘરે બેઠાં જ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની વેબસાઈટ પર જઈ સરળ
સ્ટેપને અનુસરી જાતે જ પોતાની Job Seeker તરીકે નોંધણી કરાવી શકે છે.
આ પોર્ટલ પર વિવિધ ઉપલબ્ધ રોજગારીની જગ્યાઓની માહિતી નોકરીદાતાઓ દ્વારા નોંધવામાં આવે છે.
જેમાં ઉમેદવાર જાતે જ જેતે જગ્યા સામે લાયકાત અનુસાર એપ્લાય કરી શકે છે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી
ખાતે એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરવાની રહે છે.
વધુ માહિતી માટે ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી
ભવનની મુલાકાત લેવી.તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ઉમેદવારો ઘરે બેઠાં જ અનુબંધમની વેબસાઈટ પર જઈ પોતાની Job Seeker તરીકે નોંધણી કરાવી શકશે

Recent Comments