પરીક્ષાની રાહ જાેઈ રહેલા લોકો માટે આવ્યા સારા સમાચાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ૨૩૮૯ જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં આગામી ૨૬ મે, ૨૦૨૫ના બપોરના ૨ વાગ્યાથી ૧૦ જૂન, ૨૦૫૫ના રાત્રે ૧૧:૫૯ સુધીમાં ફોર્મ ભરી શકાશે. મહેસૂલ વિભાગ હસ્તકની આગામી રેવન્યુ તલાટીની વર્ષ ૨૦૨૫ માટે ભરતી પ્રક્રિયા નવા નિયમો હેઠળ લેવામાં આવશે. જેમાં ઉમેદવારોની લાયકાત, ઉંમર, પરીક્ષા સહિતની બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં ૪૦ ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે ૧૨ પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ અથવા છેલ્લા વર્ષમાં પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો જ ભરતી માટે અરજી કરી શકશે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષની જગ્યાએ ૨૦ વર્ષ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, રેવન્યુ તલાટીની ભરતીમાં પ્રિલિમરી પરીક્ષા ૨૦૦ માર્કની રહેશે, જે સ્ઝ્રઊ આધારિત લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં ૩ પેપર રહેશે. જેમાં અંગ્રેજી ભાષાનું ૧૦૦ માર્ક્સનું પેપર, ગુજરાતી ભાષાનું ૧૦૦ માર્ક્સનું પેપર અને જનરલ સ્ટડીનું ૧૫૦ માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર ધોરણ ૧૨ કક્ષાના આવશે. જેમાં ગુજરાતી વિષયના પેપરમાં નિબંધ, ગધ સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, પત્ર લેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ રહેશે. આમ મુખ્ય પરીક્ષા કુલ ૩૫૦ ગુણ રહેશે.
જનરલ સ્ટડીઝના પેપરમાં સામાન્ય અભ્યાસ (મુખ્ય પરીક્ષા) જે વર્ણનાત્મક હશે. જેમાં ગુણભાર -૧૫૦ માર્ક્સ હશે અને માધ્યમ-ગુજરાતી હશે, જેની માટે સમય ૩ કલાકનો સમય રહેશે. જેમાં નીચે મુજબના વિષયો રહેશે.
(ટ્ઠ) ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ
(હ્વ) સાંસ્કૃતિક વારસો (ગુજરાતને પ્રાધાન્ય)
(ષ્ઠ) ગુજરાત તથા દેશની ભૂગોળ
(ઙ્ઘ) વિજ્ઞાન અને ટેકનોલોજી
(ી) પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત
(ક) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
(ખ્ત) ભારતીય અર્થતંત્ર અને આયોજન
(ર) જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી
(ૈ) જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (ઈંરૈષ્ઠજ) વિષયો હશે.
ઉમમેદવારો માટે હવે ૧૨ પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી

Recent Comments