બોલિવૂડ

Cannes ૨૦૨૩ના રેડ કાર્પેટ પર ગાળામાં આ શું પહેરીને પહોંચી ગઇ ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્વશીએ તાજેતરમાં કાન્સ ૨૦૨૩ના ઓપનિંગ ડેમાં હાજરી આપી હતી. તેણે આ ફિલ્મ ફેસ્ટિવલ માટે પિંક ગાઉન પહેર્યુ હતુ. તેણે તેની કેટલીક તસવીરો અને એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીની સ્ટાઈલ હવે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે પરંતુ સૌથી વધુ ચર્ચાનો મુદ્દો તેનો નેકપીસ બની ગયો છે. ઉર્વશીએ આઉટફિટ સાથે મેચિંગ એલિગેટર ડિઝાઈનનો નેકપીસ અને ઈયરિંગ્સ પહેરી હતી, જે હવે ચર્ચાનો વિષય બની ગયા છે. ઉર્વશી રૌતેલા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે તેના કાન્સ સાથે સંબંધિત ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેન્સ તેના લૂકથી ખૂબ જ ઇમ્પ્રેસ થયા છે અને તેના ‘પિંક ડોલ’ લૂક પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. જાેકે તેના લુકની સરખામણી દીપિકા પાદુકોણ સાથે કરવામાં આવી રહી હતી. આ લોન્ગ લેયર્ડ ટ્યૂલ ગાઉન સાથે તેની એક્સેસરીઝ અને મેકઅપ પણ ખાસ હતો. ઓવરઓલ લુકની વાત કરીએ તો ઉર્વશીએ મિનિમલ મેકઅપ કર્યો હતો. તેણે કાનમાં પણ નેકપીસ સાથે મેચિંગ બિગ લૂપ્સ કેરી કર્યા હતા. તેના પર પણ બે નાના મગર જાેવા મળી રહ્યાં હતા. એક્ટ્રેસે હાથમાં બ્રેસલેટ પહેર્યુ હતું. તેનો આ લુક એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો. કાન્સ ફેસ્ટિવલ ૧૬ મેથી શરૂ થયો છે અને ૨૭ મે સુધી ચાલશે. ઓપનિંગ ડે પર ઉર્વશીની સાથે સારા અલી ખાન, એશા ગુપ્તા, માનુષી છિલ્લરનું ડેબ્યુ પણ ખાસ હતું. વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે કરણ જાેહરની ફિલ્મમાં જાેવા મળશે. ઉર્વશી રૌતેલાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નાની ક્લિપ શેર કરીને લખ્યું, નવી શરૂઆત અને તેણે ધર્મા પ્રોડક્શનને પણ ટેગ કર્યું હતું.

Follow Me:

Related Posts