બોલિવૂડ

Cannes-૨૦૨૩ના રેડ કાર્પેટ પર સપના ચૌધરીના અંદાજથી સૌકોઈ થયાં ઈમ્પ્રેસ

કાન્સ ફેસ્ટિવલ ૨૦૨૩ ચોતરફ ધૂમ મચાવતી જાેવા મળી રહી છે. આ વર્ષે ઘણાં બોલિવૂડ એક્ટ્રેસે કાન્સમાં પોતાનો જલવો બતાવ્યો હતો. પરંતુ, આજે અમે કોઈ બોલિવૂડ નહીં પણ દેશી ક્વિન સપના ચૌધરી વિશે કહી રહ્યા છે. કે સપનાએ કાન્સ ૨૦૨૩નાં રેડ કાપ્રેટ પર એવી કમાલની વૉક કરી હતી કે, ફેન્સ તેના વખાણ કરતાં થાકતાં નથી. આ પહેલો મોકો હતો જ્યારે કોઈ રિઝનલ સ્ટાર દુનિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ કાન્સમાં પહોંચ્યો છે. સપના ચૌધરીએ હરિયાણાનાં કાન્સની સફર નક્કી કરી પોતાની મહેનત અને ટેલેન્ટના દમને સાબિત કરી દીધો હતો. સપના માટે આ મોકો ખૂબ જ ખાસ હતો. રિપોર્ટ અનુસાર, સપના ચૌધરીએ કાન્સ ફેસ્ટિવલનાં રેડ કાર્પેટ પર ૩૦ કિલોનો સોફ્ટ પિન્ક કલરનો ગાઉન પહેરીને વૉક કરી હતી. સપના ચૌધરીએ ખૂબ જ સુંદર રીતે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી છે. દેશી ક્વિને રેડ કાર્પેટ પર વૉક કરતાં સમયે ઈન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યુ છે. દેશી ક્વિને રેડ કાર્પેટ પર વૉક કરતાં દરમિયાન ખૂબ જ શાનદાર રીતે નમીને નમસ્તે કર્યુ હતું. આ જાેઈને સૌ કોઈ ઈમ્પ્રેસ થઈ ગયાં હતાં. સપનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, સપના ચૌધરીએ ૧૮ મેના દિવસે કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ છે. રિપોર્ટ્‌સ અનુસાર સપના ભારતની પહેલી રિઝનલ આર્ટિસ્ટ છે જેણે કાન્સમાં હાજરી આપી હતી. સપના ચૌધરીના વર્કફ્રન્ટની વાત કરીએ તો દેશી ક્વિને પોતાના જાેરદાર ડાન્સ અને હરિયાણવી ગીતોની સાથે દેશભરમાં પોપ્યુલર છે. સપનાની સોશિયલ મીડિયા પર શાનદાર ફેન ફોલોઇંગ છે. જ્યારે પણ સપનાનું કોઈ નવું ગીત રિલીઝ થાય છે, ત્યારે તે મિનીટોમાં ટ્રેન્ડિંગ લિસ્ટમાં છવાઈ જાય છે. સાથે જ સપના ચૌધરીનો ડાન્સ વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Related Posts