Cannes ૨૦૨૩માં ઐશ્વર્યા રાય બચ્ચને બ્લેક હુડી ગાઉન લુકથી છવાઈ ગઈ
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં ૭૬માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. સૌથી પહેલા ડિવા ગ્રીન કલરના કાફ્તાન ગાઉનમાં જાેવા મળી હતી. તેના થોડા કલાકો પછી, ઐશ્વર્યાએ મોટી મેટાલિક કેપ અને ગાઉન પહેરીને ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ (છૈજરુટ્ઠિઅટ્ઠ ઇટ્ઠૈ મ્ટ્ઠષ્ઠરષ્ઠરટ્ઠહ ઇીઙ્ઘ ઝ્રટ્ઠિॅીં ર્ઙ્ર્મા) પર વોક કર્યું. તેના આ લુકને લોકોનો કંઇ ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. કેટલાક લોકોને તે ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી તો ઘણા લોકોએ તેને જાેરદાર ટ્રોલ કરી હતી. ઐશ્વર્યાએ ગુરુવારે રાત્રે ઇન્ડિયાના જાેન્સ એન્ડ ધ ડાયલ ઑફ ડેસ્ટિનીના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને રેડ કાર્પેટ પર જલવો વિખેર્યો હતો. કાન્સના રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો વાયરલ થઈ ગઈ હતી. એક તરફ લોકો એક્ટ્રેસને કાન્સની ક્વીન કહી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે તેણે સિલ્વર ફોઈલમાંથી ડ્રેસ બનાવ્યો છે. બ્યૂટી ક્વીને આ ગાઉન સોફી કોચરના રેક્માંથી પસંદ કર્યો હતો. હૂડવાળા સિલ્વર કેપ ગાઉનને લઈને ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ છે. હંમેશાની જેમ આ વખતે પણ એક્ટ્રેસનો લુક ચર્ચામાં રહ્યો છે. તે જ સમયે, ઐશ્વર્યા રાયે કાન્સમાં સૌથી પહેલા ગ્રીન કલરનો વેલેન્ટિનો ડ્રેસ પહેર્યો હતો. જાે કે, નેટીઝન્સ પણ તેના પહેલા દિવસના લુકથી પણ નાખુશ હતા. એક્ટ્રેસનો આ કાફ્તાન ડ્રેસ ઘણા લોકોને પસંદ ન આવ્યો.તેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા. જાેકે તેના ફેન્સ તેનાથી ઘણા ખુશ લાગી રહ્યાં હતા. ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત, ઉર્વશી રૌતેલા, સારા અલી ખાન, માનુષી છિલ્લર, એશા ગુપ્તા, મૃણાલ ઠાકુર, ગુનીત મોંગા સહિતના ઘણા સ્ટાર્સે આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું. દરેકનો લુક ઘણો વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે ૭૬મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૧૬ મેથી શરૂ થયો હતો જે ૨૭ મે સુધી ચાલશે.
Recent Comments