ગુજરાત

થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં ગાડી પડતાં; ૩ બાળકો એક પુરુષની મળી લાશ

બનાસકાંઠાના થરાદમાં દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક ગાડી નર્મદા કેનાલમાં પડી હતી. આ ગાડીમાં સવાર કુલ ૫ પેસેન્જર્સમાંથી ૪નાં ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થતો હોવાથી આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકવાના સમાચાર આગવેગે પ્રસરી જતા જ સ્થાનિકો સત્વરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ થરાદ નગર પાલિકાને આ ગમખ્વાર અકસ્માત વિશે જાણ કરી. જેથી થરાદ નગર પાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ અકસ્માતની ઘટના મામલે મળતી માહિતી મુજબ, ગાડીમાં સવાર પરિવાર દિયોદરના ભેંસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં કેનાલમાં ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે.

Related Posts