ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર પડી જવાની ઘટના બની હતી જેમાં, ત્રણ લોકોના મોત થયા હોવાની જાણ થઈ છે, જેમાં મૃતદેહો ફાયર વિભાગ દ્વારા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને બીજા લોકોની શોધખોળ ચાલુ છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે.
આ ઘટના ની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બૂમરાણ મચાવી હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સામેની તરફથી આવી રહેલી કાળા કલર ય્ત્ન૦૩ સ્ઇ ૪૭૮૩ નંબરની કિયા સેલ્ટોસ કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટના મામલે ગાંધીનગર ફાયર વિભાગના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલમાં ૨:૪૩ વાગે કિરણ દેસાઈએ વર્ધી લખાવી હતી કે એક ફોર વ્હીલર ગાડી કેનાલમાં પડી ગઇ છે. જેથી અમારી ફાયરની ટીમ ઓન ધ સ્પોટ ઘટનાસ્થળે આવીને બે ડેડબોડી અને ગાડી બહાર કાઢી હતી. જ્યારે એક ડેડબોડી રાહદારીએ કાઢી હતી. હજુ સુધી કેટલી ડેડબોડી છે તેનો કોઇ અંદાજ નથી. ફરી શોધખોળ કાર્યવાહી શરૂ કરવામાં આવશે
ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા; ૧ યુવતી સહિત ૩ લોકોના મૃતદેહ ફાયર વિભાગે કાઢ્યા

Recent Comments