અમરેલી

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળવારે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર “સફળતાનું સમીકરણ” યોજાયો

એપ્રિલ ૨૦૨૬ (મંગળવાર): વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને કારકિર્દી માટે પ્રેરણા મળે તેવા હેતુસર મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના પ્રેરણાથી કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ, અમરેલી દ્વારા “સફળતાનું સમીકરણ” વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંસ્થાપક અને રાજ્ય સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમમાં સવારે ૮:૩૦ કલાકે વિદ્યાર્થીઓ અને મહાનુભાવોના આગમન થયું હતું. ત્યારબાદ સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ હતી અને મનિષ સિદ્ધપુરા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું.મંત્રીશ્રીના અંગત મદદનીશ ભાવેશ ભાલિયા દ્વારા કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો પરિચય આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શરદભાઈ લાખાણી દ્વારા પ્રારંભિક ઉદ્દબોધન આપવામાં આવ્યુ હતું સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાથીં પધારેલ શાસ્ત્રી હરિસ્મરણ સ્વામી અને શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપવામાં આવેલ હતા. શીતલ ઇન્ડસ્ટ્રીના એમ. ડી. દિનેશભાઈ ભુવા તેમજ નીલકંઠ જવેલર્સ ના ઓનર કેતનભાઈ ધોળકિયા પણ  ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પડેલ હતી.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે Red & White સંસ્થાના ચિરાગ કાનાણી દ્વારા મોટિવેશનલ સ્પીચ તથા પાર્થ સિયાણી દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. અંતમાં પ્રો. જે.એમ. તળાવીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના સફળ આયોજન માટે કાર્યક્રમ સંયોજક મનિષ સિદ્ધપુરા, સહસંયોજક  વૈભવ ભુવા (Red & White અમરેલી) તેમજ મંત્રીશ્રીના અંગત મદદનીશ, ભાવેશ ભાલિયા દ્વારા આયોજનાત્મક કામગીરી કરવામાં આવી હતી.
  આ કાર્યક્રમમાં વિદ્યાસભા સ્કૂલના સંચાલક વસંત પેથાણી, વિદ્યાગુરુ સ્કૂલના સંચાલક મેહુલ ધોળકિયા, અંકુર ઠુંમ્મર, અજમેરા સ્કૂલના આચાર્ય કંચનબેન બારૈયા, શિક્ષણવિદ બિપિન જોશી, આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદ મેહતા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

Related Posts