અમરેલી, તા.૩૦ જૂન, ૨૦૨૫ (સોમવાર) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ (S.S.C) અને ધો.૧૨ (H.S.C) સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા યોજાઈ રહી છે.
આ પરીક્ષા અંતર્ગત ધો. ૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૫ના કેન્દ્રો કે.કે. પારેખ મહેતા આર.પી. વિદ્યાલય (લીલાવતી) સિવિલ હોસ્પિટલની બાજુમાં, જિલ્લા પંચાયત રોડ, ટી.પી. અને શ્રીમતી એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઇસ્કુલ, નાગનાથ મંદિર પાસે, એસ.એસ અજમેરા હાઇસ્કૂલ, સ્ટેશન રોડ અમરેલી, સેન્ટમેરી હઈસ્કૂલ, અમીધારા પાર્ક-૨, લાઠી રોડ, અમરેલી, શ્રી.બી.એન. વિરાણી સેકન્ડરી, ગર્લ્સ સ્કૂલ, યુનિટ-૧, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી, શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર, એસ.ટી. ડિવિઝન પાછળ, લાઠી રોડ, વિશેષ વિદ્યાપીઠ, પટેલ મીલ સામે, વરસડા રોડ, અમરેલી, ઓક્સફોર્ડ સ્કૂલ, યુનિટી-૦૧, કેરીયા રોડ, સંજોગ ન્યૂઝ સામે, અમરેલી, કે.બી.ઝાલાવાડીયા હાઈસ્કૂલ, સુખનાથપરા, લીલીયા રોડ, શેરી નં.-૦૫, અમરેલી, પાઠક હાઈસ્કૂલ, હનુમાનપરા, લાઠી રોડ, અમરેલી, ઓક્સફોર્ડ હાઈસ્કૂલ યુનિટ-૦૧, કેરિયા રોડ, સંજોગ ન્યૂઝ સામે, અમરેલી ખાતે પરીક્ષા યોજાઈ રહી છે.
ધો.૧૨ સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા-૨૦૨૫ અમરેલી શહેરની દીપક હાઈસ્કૂલ, ગાયત્રી મંદિર પાસે ચિત્તલ રોડ, અને જીજીબેન ફોરવર્ડ હાઈસ્કૂલ, લાઠી રોડ, અમરેલી ખાત યોજાઈ રહી છે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા શ્રીમતિ ટી.પી અને એમ.ટી. ગાંધી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, નાગનાથ મંદિર પાસે, અમરેલી, કે .કે. પારેખ મહેતા આર.પી. વિદ્યાલય (લીલાવતી) સિવિલ હોસ્પિટલની બાજુમાં, જિલ્લા પંચાયત રોડ, એસ.એસ અજમેરા હાઇસ્કૂલ, સ્ટેશન રોડ અમરેલી ખાતે યોજાઈ રહી છે.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શિપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
આાગમી તા.૦૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ-ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનનો ઉપયોગ પ્રતિબંધિત છે.
પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટુથ, ઇઅર ફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર અને પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની હદની અંદરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં થવાં પ્રતિબંધિત છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
પરીક્ષાર્થી કે પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડિંગમાં લઈ જઈ શકશે નહિ. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે પરંતુ મોબાઈલ જે-તે સંસ્થાના આચાર્યશ્રીના રુમમાં, સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહિ, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહિ કે કરાવવામાં મદદગારી કરવી નહિ.
પરીક્ષા સ્થળના આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકર ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર સીલ કરીને રાખવાના રહે, જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવું.
Recent Comments