રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો
પ્રાઇડ ગ્રુપ, વન વલ્ડ ગ્રુપ, બિલ્ડર જૂથ પર દરોડા રાજકોટમાં બિલ્ડર જૂથ પર ઝ્રય્જી્ના દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. જેમાં પ્રાઇડ ગ્રુપ, વન વલ્ડ ગ્રુપ, બિલ્ડર જૂથ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઝ્રય્જી્ વિભાગે બિલ્ડરોની ઓફિસ, સાઈટ સહિત ૬ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ આઇટીસીની આશંકાથી સઘન સર્ચ કરવામાં આવ્યું હતું. તે સિવાય ઝ્રય્જી્ની ટીમ દ્વારા ડિજિટલ ડેટાનું એનાલિસિસ પણ હાથ ધરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી વખત ઝ્રય્જી્એ બિલ્ડરોને હડફેટે લીધા છે. જેને પગલે બિલ્ડર લોબીમાં સોંપો પડી ગયો છે. આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ જેવા પ્રોજેક્ટમાં ઝ્રય્જી્નું સર્ચ હાથ ધરાયું હતું. તે સિવાય પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ સહિતના પ્રોજેક્ટમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
Recent Comments