ગુજરાત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી ની હત્યાની ઘટના નો મામલોહેડીંગ- સેવન્થ ડે સ્કૂલ સામે વાલીઓનો રોષ યથાવત, LC લેવા માટે 120થી વધુ અરજીઓ મળી

અમદાવાદના મણીનગર ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની શાળા પરિસર બહાર હત્યા અને સ્કૂલ પ્રશાસન તરફથી બેદરકારીને લઈને હવે શાળા સંચાલકો પરથી વાલીઓનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. 19 ઓગસ્ટ ના રોજ હત્યાની ઘટના સામે આવ્યા બાદ વાલીઓ વિદ્યાર્થીઓમાં ડરનું માહોલ છે જેના કારણે જ અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ અન્ય શાળામાં પ્રવેશ માટે પૂછપરછ શરૂ કરી છે. જે સંદર્ભે અત્યાર સુધી 12૦ જેટલા વાલીઓએ પોતાના બાળકોને સેવન્થ ડે સ્કૂલમાંથી અન્ય શાળામાં પ્રવેશ મેળવવા માટે કવાયત હાથ ધરી છે.

આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાય નહીં તે માટે એક વચગાળાનું આયોજન કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેમને સ્કૂલમાં જ તૈનાત કરવામાં આવ્યા છે.

આ ટીમનું મુખ્ય કાર્ય વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું અને જે વાલીઓ પોતાના બાળકોનો પ્રવેશ રદ કરાવીને અન્ય કોઈ સ્કૂલમાં દાખલ કરવા ઈચ્છે છે, તેમને જરૂરી માર્ગદર્શન અને મદદ પૂરી પાડવાનું છે. આ પગલાંથી વાલીઓને સરળતાથી LC મળી રહે અને તેમના બાળકોના ભવિષ્ય પર કોઈ નકારાત્મક અસર ન પડે તેની ખાતરી આપવામાં આવી છે.

તે વાત મહત્વની છે કે, હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપીને તેમનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવશે. DEO દ્વારા મણિનગર અને તેની આસપાસની શાળાઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે.

વિદ્યાર્થીઓના વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકનું એડમિશન સેવન્થ ડે સ્કૂલમાંથી કઢાવીને અન્ય સ્કૂલમાં મેળવી શકશે. આ પગલાંથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તેની ખાતરી કરવામાં આવી છે.

બીજી તરફ શાળા દ્વારા એક લીટર મારફતે તેમનો પક્ષ મૂકવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ વિદ્યાર્થીના વાલી વિરોધ કરશે અથવા તો શાળાની સામે અવાજ ઉઠાવશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને વિદ્યાર્થીને હાંકી કાઢવામાં આવશે જેને લઈને પણ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

સ્કૂલ ની ધમકી બાબતે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી એ પણ હકીકત અંગે તપાસ કરીને કાર્યવાહી માટે આશ્વાસન આપવામાં આવ્યું. આ ઉપરાંત સેવન્થ ડે સ્કૂલના પુણે સ્થિત વડી કચેરીના મેનેજમેન્ટ ના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂમાં Deo કચેરી સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો. પરંતુ તેમાં સંતોષકારક કે યોગ્ય જવાબ ના હોવાના કારણે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હોળી કચેરીને પણ અહીંના સ્થાનિક જવાબદાર લોકો સામે નક્કર કાર્યો એ કરવામાં આવે તેવી સૂચના આપી છે.

Related Posts