Home Archive by category ભાવનગર (Page 397)
ભાવનગર

ગોહિલવાડના પ્રજાપતિ પરિવાર દ્વારા ભિલાડ ખાતે ભાગવત સપ્તાહ

માં મેલડી એકતાધામ ભિલાડ ખાતે ગોહિલવાડના પ્રજાપતિ પરિવાર દ્વારા સોમવારથી  શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જ્યાં શ્રી વિશ્વાનંદ માતાજી કથા રસપાન કરાવનાર છે. ગોહિલવાડના વતની અને ભિલાડ આસપાસ સ્થાઈ થયેલા પ્રજાપતિ પરિવાર દ્વારા માં મેલડી એકતા ધામ ભિલાડ ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન
ભાવનગર

રાજ્યપાલશ્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા ભોળાવદર પ્રાથમિક શાળાના શિક્ષક ધ્રુવ દેસાઈ

તાજેતરમાં ભાવનગર નજીકની ભોળાવદર પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈને અમદાવાદ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રતિવર્ષ અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ઉલ્લેખનીય કામગીરી કરી રહેલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના અચલા એવોર્ડ થી નવાજવામાં આવે છે.પ્રાથમિક શિક્ષણ
ભાવનગર

જીવની પૂજા જ શિવની પૂજા ગણાવતા શ્રી વિશ્વાનંદમાતાજી શિવકુંજ આશ્રમ જાળિયામાં શિવરાત્રીની ઉજવણી

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવ- ભક્તિ સાથે  શિવરાત્રી પર્વની ઉજવણી સાથે જીવની પૂજા એ જ શિવની પૂજા ગણાવતા શ્રી વિશ્વાનંદમાતાજીએ યજ્ઞમાં આહુતિ  અર્પિ હતી.   મહાશિવરાત્રી પર્વ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં રુદ્રાભિષેક તથા હોમાત્મક શિવપૂજન કરાયું હતું. આ સાથે ગાયોને નીરણ, પક્ષીઓને ચણ, વૃક્ષારોપણ સંકલ્પ વગેરે સંકલ્પ કરાયેલ. આ રીતે શ્રી
ભાવનગર

પિતાની હાજરી સામે પુત્રી સાથે અડપલા કરનાર રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની ધમકી આપનાર રોમીયો અને તેના ભાઇ તથા પિતા વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. વેસુ વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારી તેમની ૨૧ વર્ષીય પુત્રી વિધી (નામ બદલ્યું છે) સાથે વેસુના […]
ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શિવરાત્રી

શ્રી વિશ્વાનંદમાતાજીના સાન્નિધ્ય સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શિવપૂજન અને સામાજિક કાર્યો સાથે શિવરાત્રીની ઉજવણી કરાશે. શિવરાત્રી એટલે  જીવ અને શિવના તત્વને જાણવાનું પર્વ છે. આથી શિવ ઉપાસના સાથે તમામ જીવના કલ્યાણ માટે પણ આપણે સત્કાર્ય કરવું જરૂરી હોવાનું શ્રી વિશ્વાનંદમાતાજીએ જણાવ્યું છે. શ્રી  શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે સરકારના કોરોના નિયમો માર્ગદર્શિકા
ભાવનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારની આવકાર દાયક પહેલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રાજય સરકાર પુરસ્કૃત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. હેઠળની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત મહુવા તાલુકાના લોંગડી ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંધ કાર્યાલયનું ઉદઘાટન કરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ દ્રારા ૨૮ લાખનું સી.આઈ.એફ. અને ૩૦
ભાવનગર

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત રક્ષા શુક્લના ‘વનિતાવિશેષ’નો વિમોચન સમારોહ

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘વનિતાવિશેષ’ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ભાવનગરના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુકલના ‘વનિતાવિશેષ’ પુસ્તકનું લોકાર્પણ અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ્ હસ્તે થયું. જેમાં ગુજરાતના જાણીતા વક્તાઓએ વિમેન એમ્પાવરમેન્ટ વિશે વક્તવ્ય આપ્યું હતું. અતિથિવિશેષ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી
ભાવનગર

ભાવનગર શિશુવિહાર દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો

ભાવનગર  શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત  શ્રી સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગ થી તા.૭  માર્ચ નાં રોજ શિશુ વિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી શિબિર યોજાય. તેમાં શ્રી હિરેનભાઈ જાંજલ દ્વારા ૧૮  ભાઇઓ -બહેનો ને ચશ્માનાં નંબર તપાસીને નજીક નાં ચશ્મા આપવામા આવેલ.આ કાર્યક્રમનું સંકલન શ્રી મીનાબહેન મકવાણાએ કર્યું હતુ.
ભાવનગર

ભારતની પશ્ચિમ સરહદ ઉપર સાઇબર ક્રાઇમ થી રાષ્ટ્ર ને સુરક્ષા આપતા પોલીસ અધિકારી શ્રી હિતેશ ભાઈ ઝાલા દ્વારા શીશુવિહાર સંસ્થા ભાવનગરના નાગરિકો માટે 4 પરિસંવાદ યોજવામાં આવ્યા

ભાવનગર.  ભારતની પશ્ચિમ સરહદ ઉપર સાઇબર ક્રાઇમ થી રાષ્ટ્ર ને સુરક્ષા આપતા પોલીસ અધિકારી શ્રી હિતેશ ભાઈ ઝાલા દ્વારા શીશુવિહાર સંસ્થા  ના નિમંત્રણથી ભાવનગરના નાગરિકો માટે 4 પરિસંવાદ યોજવામાં આવ્યા… તારીખ પાંચ-છ  માર્ચ એ શહેરના શિક્ષકો ..વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ .ઉદ્યોગોના કર્મચારીઓ.. તથા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલ નાગરિકો માટે યોજાયેલ
ભાવનગર

અમરેલી ભાવનગર બોટાદ ત્રણેય જિલ્લાના પ્રતિનિધિઓનુ માનવસેવા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ટ્રસ્ટના તબીબો અને ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું

અમરેલી ભાવનગર બોટાદ ત્રણેય જિલ્લા ના પ્રતિનિધિ નું ઢસા શિવમ ફાર્મ હાઉસ ખાતે અદકેરું બહુમાન તાજેતર માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં વિજેતા થયેલ  પ્રતિભા સંપન્ન સમાજ સેવી યુવા રાજસ્વી અગ્રણી ઓનું ગદગદિત કરતું સન્માન કરતા સમાજ શ્રેષ્ટિ શ્રી ઓ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના તબીબો ટ્રસ્ટી ઓ એવમ સમાજ શ્રેષ્ટિ ઓ […]