ગુજરાતની ૬ મહાનગરપાલિકાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી સ્પષ્ટ છે કે ભાજપની સાવર્ત્રિક જીત થઈ છે. ભાવનગર મનપામાં કાૅંગ્રેસની હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દિધુ છે. ભાવનગરમાં કોંગ્રેસની હાર બાદ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી
સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર ખાતે આજે તા.૨૩ ના રોજ યોજાનાર મત ગણતરીસંદર્ભે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું જિલ્લા કલેકટરએ સ્ટ્રોંગ રૂમ તેમજ મત ગણતરી હોલની વ્યવસ્થા ચકાસી હતી તેમજ મત ગણતરી કેન્દ્રખાતે સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા, વીડિયોગ્રાફી, ભોજન વ્યવસ્થા, ઉમેદવારો તથા એજન્ટો માટેની […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે મતદાન જાગૃતિ માટેના વિવિધ આયોજનો પૈકી ચિત્રો દ્વારા ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય નિતેશભાઈ જોષીના માર્ગદર્શન સાથે આયોજન થયું.વિદ્યાર્થીઓએ મતદાન સંદર્ભે રંગોળી ચિત્રો બનાવ્યા, જેમાં શિક્ષકો અનિરુદ્ધભાઈ મકવાણા, શ્રી સોનાલીબેન મકવાણા તથા નિકુલસિંહ ગોહિલ સાથે રહ્યા હતા.
ભાવનગર શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:- ૨૦/૦૨/૨૦૨૧ ને શનિવારના રોજ અંગરી બર્ડ તેમજ નારિયેળ ના કાચલા માંથી ડોલતી ઢીંગલી બનાવવાની તાલીમ પ્રીતિબેન ભટ્ટ દ્વારા ૩૫ બાળકોને આપવામા આવેલ
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગ થી તા૨૧ ફેબ્રુઆરીનાં રોજ શિશુ વિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી શિબિર યોજાય. તેમાં શ્રી હિરેનભાઈ જાંજલ દ્વારા ૨૯ ભાઇઓ -બહેનો ને ચશ્માનાં નંબર તપાસીને નજીક નાં ચશ્મા આપવામા આવેલ.આ કાર્યક્રમનું સંકલન મીનાબહેન મકવાણાએ કર્યું હતુ.
બાળકીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાએ મતદાન કરવા જવાનું પસંદ કર્યું જ્યારે ભાવનગરમાં મતદાન મથકે ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી… ભાવનગરના કુંભારવાડા મતદાન મથકે જ્યારે ભર બપોરે એમ્બ્યુલન્સ આવી પહોંચીત્યારે ત્યાં ઊભેલા સૌ મતદાતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાંથી તો કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સનેબોલાવી ન હતી. બધા ત્યારે દંગ રહી ગયા જ્યારે 108 ની ખિલખિલાટ એમ્બ્યુલન્સમાંથી […]
આગામી સમયમાં યોજાનાર ભાવનગર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લાપંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગર દ્વારા રંગોળી સ્પર્ધા તેમજ માનવ સાંકળ રચી મતદાન પ્રત્યે લોકોમા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.જેમાં ઘોઘા સર્કલ ખાતે કરાયેલા રંગોળી સ્પર્ધાના આયોજનમા ૫૦ થી
ભાવનગર શહેરના ઘોઘાસર્કલ ખાતે ભાવનગર કલાસંઘ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા મતદારોને પ્રોત્સાહિત કરી લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ડો.અશોક પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં લોકોને મતદાની જાગૃતિ આવે તે માટે […]
૨૦૦થી વધુ શિક્ષકો સાથેની બાઇક રેલીને અધિક કલેકટરશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારામતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંભાવનગરના ૨૦૦ થી વધુ શિક્ષકો ૧૦૦ થી વધુ બાઇક સાથે જોડાયા હતા અને ‘મતદાન સે બને દેશસશક્ત’, ‘મતદાન
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૧૬ કેસો પૈકી માત્ર ૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૧૬ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં સાગવાડી […]
Recent Comments