કલેકટર, આઈ.જી., ડી.ડી.ઓ., એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ વેકસીન લઈ રસીકરણ અભિયાનનો હિસ્સો બન્યા કોવિડ વેકસીન કોઈપણ આડઅસર વિનાની સુરક્ષિત વેકસીન છે,જિલ્લાના તમામ નાગરિકો આ વેકસીન લઈ સુરક્ષિત બને – જિલ્લા કલેક્ટર ભાવનગર જિલ્લામાં કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો જિલ્લાવ્યાપી પ્રારંભથયેલ
ભાવનગર જિલ્લામાં 1,115 પોલિયો બુથ પર 0 થી 5 વર્ષના 1.76 લાખથી વધુબાળકોને પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત પોલિયા રસી આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લા કક્ષાના પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામા આવી હતી. જેમા વિભાગીય નાયબ નિયામક શ્રી […]
શિશુવિહારનાં કાર્યકરોનું અભિવાદનસદ કાર્ય સન્માન સમિતિ ભાવનગરનાં ઉપક્રમે બીજો સેવા સન્માન સમારોહ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો. જીલ્લા વિકાસ અધિકારી શ્રી બરનવાલ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોરની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ભાવનગરનાં 10 સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓનુ અભિવાદન થયુ. શિક્ષણવિદ ડૉ. નલિનભાઈ પંડિત તથા શહેર નાં 80 થી વધું શિક્ષકોની પ્રેરક ઉપસ્થિતિમા આ પ્રસંગે
ભાવનગરનાં જાણીતા ઉદ્યોગ ટૃ-શેપ ઇન્ડસ્ટ્રીઝ નાં ઉપક્રમે પ્રજાસતાક પર્વ પ્રસંગે ઘ્વજવંદન તથા રક્તદાન શિબિર યોજાયો. ઉદ્યોગનાં કર્મચારીઓમા રાષ્ટ્રભાવના વિકસે તે હેતુ ને લક્ષ રાખી પ્રત્યેક કર્મચારી દ્વારા પ્રતિદિન રૂ.1 નાં સૈનીક ફાળા સામે બીજી એટલી જ રકમ જોડી સંસ્થાના મેનેજીંગ ડિરેકટર શ્રી શબનમબહેન કુતુબભાઈ કપાસીએ રૂ.40,000 નો સૈનીક ફાળો રાષ્ટ્રકોષ માં અર્પણ કાર્યો હતો.28
ડૉક્ટરોની સુરક્ષા અને હિત માટે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં પણ તબીબો પર હુમલાની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. આવો જ એક કિસ્સો ભાવનગરની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. જેમાં દર્દીના પરિવારજનો દ્વારા ડોક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલમાં મોડી […]
જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૫૭ કેસો પૈકી ૨૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૫૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૨સ્ત્રી મળી કુલ ૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના કુલ […]
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ભાવનગર દ્વારા વાહન આર.ટી.ઓ. ડી.એચ.યાદવના માર્ગદર્શન હેઠળ અલંગ ખાતે માલ સામાનનું જોખમી તેમજ ઓવરલોડેડ પરિવહન કરતાં વિવિધ પ્રકારના ૧૧ વાહનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી નિકુંજ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અલંગ ખાતે ટ્રેકટર, ટ્રેઈલર, ટ્રક વગેરે જેવા વાહનો પોતાની […]
તાજેતરમા વર્ગ ૧ ના અધિકારીઓને પ્રમોશન આપવામા આવ્યા છે જેમા નર્મદાજિલ્લામા જિલ્લા લેપ્રસી અધિકારી તરીકે ખૂબજ અસરકારક રીતે પરિણાણલક્ષી ફરજ બજાવ્યા બાદ ડૉએન. સી. વેકરીયાને ભાવનગર જિલ્લામા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપી નિમણુકઆપવામા આવી છે.જેનો ડૉ. એન. સી.વેકરીયા એ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા […]
પોલિયો રસીકરણ માટે સમગ્ર જિલ્લામાં ૨,૧૨૩ ટીમ તથા ૧,૧૧૫ પોલિયો બુથનું આયોજન ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયોનાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયોનાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામા આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે ૦ થી ૫વર્ષના […]
ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૫૨ કેસો પૈકી ૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાકોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૫૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ મળીકુલ ૩ કેસ નોંધાયો છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાનાં કાળાતળાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા […]
Recent Comments