ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારના એક ચૂકાદો આપ્યો છે. અદાલતે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, ૧૫ વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ નહીં માનવામાં આવે. નાબાલિગ પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવાના મામલે હાઈકોર્ટે આરોપી પતિના જામીન અરજી મંજૂર કર્યા છે. આ કેસમાં
ભારતમાં રમત-ગમત ક્ષેત્રે અપાતા મહત્વના ખેલ રત્ન પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાન ચંદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાન ચંદના નામે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે મેજર ધ્યાન ચંદના નામે ખેલ રત્ન પુરસ્કાર રાખવા માટે દેશભરમાંથી ઘણાં નાગરિકો રજૂઆત કરી રહ્યા છે. હું તેમના વિચારો અંગે તેમનો આભાર વ્યક્ત […]
કોરોના વાયરસના કારણે દેશભરમાં ઘણા બાળકો અનાથ થયા છે. આ બાળકોની મદદ માટે મોદી સરકારે આગળ આવીને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કોરોનાના અનાથ બાળકોને ૫ લાખ રૂપિયાનો મફત આરોગ્ય વીમો આપવાનો ર્નિણય કર્યો છે, જેનું પ્રીમિયમ પીએમ કેયર્સ ફંડમાંથી ભરવામાં આવશે. કોરોનાથી પ્રભાવિત બાળકોની સંભાળ લેવાના પગલાંના ભાગરૂપે, ૧૮ વર્ષ સુધીના બાળકોને આયુષ્માન […]
ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેશ તિવારીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી યુપીમાં મુખ્યમંત્રી બનશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે જનતા તેમને મુખ્યમંત્રીના રૂપમાં જાેવા માગે છે. પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ દ્વારા લડવામાં આવશે. જેમા દરેક સીટના ઉમેદવાર પણ તેજ પસંદ કરવાની છે. બીજી તરફ જનતાની સાથે સાથે ઉત્તરપ્રદેશના કોંગ્રેસ […]
જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે જમ્મુ -કાશ્મીરમાં ૪૦૦ એન્કાઉન્ટર થયા હતા જેમાં ૮૫ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે ૬૩૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરકારે આ માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે મે ૨૦૧૮ થી જૂન ૨૦૨૧ સુધી જમ્મુ […]
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. દિવસ દરમિયાન મંદિર ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંથીઓની ભીડ મંદિરમાં તોડફોડ કરતી જાેવા મળી રહી છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા યૂઝર્સ અનુસાર આ ઘટના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનની પાસે સ્થિત ભોંગ શહેરની હોવાનું સામે આવ્યું છે. […]
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે કોટરા ગામ પહોંચ્યા તો તેઓ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને એરફોર્સના હેલિકોપ્ટર મારફત પૂરની સ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હકીકતમાં નરોત્તમ મિશ્રા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પ્રધાન સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિંદરને પત્રમાં જણાવ્યું હતું કે, ‘હું સાર્વજનિક જીવનમાં સક્રિય રાજકારણમાંથી કામચલાઉ બ્રેક ઈચ્છું છું. આ કારણે હું તમારા પ્રધાન સલાહકાર પદની જવાબદારી નહીં સંભાળી શકું. ભવિષ્યમાં મારે શું કરવું છે તે હજુ નક્કી કરવાનું બાકી છે.
ભારતમાં આજે પણ ગઈકાલની જેમ જ કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી ગઈ છે. જાેકે, ગઈકાલની સરખામણીમાં નવા કેસ વધારે નોંધાયા છે અને મૃત્યુઆંકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ આંશિક વધારો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા ૪૨,૬૨૫ કેસ નોંધાયા હતા અને ૫૬૨ દર્દીઓના મોત થયા હતા. કેન્દ્રીય […]
આજના દિવસે દેશને મળેલી કેટલીક ઉપલબ્ધીઓની વાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટના મહત્વ અને આજે બનેલી ઘટનાઓ વિશે વાત કરી છે. અયોધ્યામાં બની રહેલી રામ મંદીરના ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને મદદ કરવાની વાત કરી છે. આ દરમિયાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત પણ […]
Recent Comments