શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખવીરસિંહ બાદલે જણાવ્યું હતું કે પ્રાદેશિક પક્ષોએ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સામનો કરવા માટે નવો રાષ્ટ્રીય મોરચો રચવો જાેઇએ.તેમણે શિરોમણિ અકાલી દળ અને ભારતીય જનતા પક્ષ વચ્ચેના જાેડાણનો અંત આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. પેગાસસ
દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે અને આ મહામારીનાં મૃત્યુઆંકમાં વધારો થતો જ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ નાં ૩૯,૩૬૧ નવા કેસોની પુષ્ટિ થઈ અને ૪૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, એક્ટિવ કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. સોમવારે માહિતી જાહેર કરતા કેન્દ્રીય […]
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. યેદિયુરપ્પાએ રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાની જાણકારી તેમની સરકારને ૨૬ જાન્યુઆરીએ બે વર્ષ પૂરા થવાના આયોજિત કાર્યક્રમમાં આપી છે. રિપોટ્ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ દલિતને
કોરોના વાયરસની ત્રીજી તરંગના ડર વચ્ચે એઈમ્સના ડાયરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનના અજમાયશ સંબંધિત મોટી માહિતી આપી છે. ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે બાળકો પર આ રસીની અજમાયશ હાલમાં ચાલી રહી છે અને ટ્રાયલના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. ડો.રનદીપ ગુલેરિયાનું આ નિવેદન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે […]
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકીના મોત થયા છે. જાે કે આ આંતકીઓની ઓળખ હજી સુધી થઇ નથી. સોકબાબાના જંગલમાં આતંકીઓ છુપાયાની માહિતી સુરક્ષાબળોને મળી હતી ત્યારબાદ આ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમ્યાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસના સૂત્રોના મતે શુક્રવારના રોજ બપોરે સર્ચ ઓપરેશન […]
વિતેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૯,૦૯૭ કેસ નોંધાયા છે જેને પગલે કુલ કેસોની સંખ્યા વધીને ૩,૧૩,૩૨,૧૫૯ થઈ છે. એક દિવસમાં કોરોનાથી વધુ ૫૪૬ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક વધીન ૪,૨૦,૦૧૬ થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.દેશમાં કોરોનાના સક્રિય કેસ ૪,૦૮,૯૭૭ થયા છે જે કુલ કેસ લોડના ૧.૩૪ ટકા છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૩૫ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જ્યાં જ્ઞાન છે ત્યાં જ પૂર્ણિમા છે, ત્યાં જ પૂર્ણતા છે. જ્ઞાન સંસ્કારનું પ્રતીક છે. વડાપ્રધાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી […]
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલંપિકમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેટલિફ્ટીંગમાં ૪૯ કિલોગ્રામમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.વેઇટ લિફ્ટિંગમાં કરનામ મલ્લેશ્વરી પછી ભારત માટે મેડલ મેળવનારા મીરાબાઈ બીજા ખેલાડી બન્યા છે, જેને ભારતને ગૌરવ અપાવ્યુ છે. નોર્થ ઇસ્ટના નાનકડા રાજ્ય મણિપુરમાંથી આવતા મીરાંબાઈએ ભારતને મોટી સફળતા અપાવી છે.જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. ૪૯ […]
પેગાસસ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવા જતી વખતે રાહુલ ગાંધીએ કેરીને લઈને જે નિવેદન આપ્યું હતું તેના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે. યોગીજીએ રાહુલ ગાંધીના કેરીવાળા વીડિયોને ટ્વીટ કરીને લખ્યું હતું કે, તમારો ટેસ્ટ વિભાજનકારી છે. પત્રકારોએ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીને કેરી અંગે સવાલ કર્યો હતો જેના જવાબમાં તેમણે પોતાને યુપીની કેરી […]
દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં સૂરમાં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ હાલત ૧૯૯૧માં હતી, કંઈક એવી જ સ્થિતિ આગામી સમયમાં બનવાની છે. સરકાર આ માટે તૈયાર રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખુશ અથવા આનંદ કરવાનો સમય નથી, […]
Recent Comments