માર્કેટ કેપ ૪.૧ લાખ કરોડ રૂપિયા ઘટી, ટેક શેરોમાં ભારે વેચવાલી, સતત લીલા નિશાન સાથે દોડતા શેરમાર્કેટ પર કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. સોમવારે કોરોના કેસ વધતા રોકાણકારોની ચિંતા વધારી છે. કોરોના કહેરના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સ્પષ્ટતા કરી કે તેમણે કોવિડ-૧૯ની ટ્રીટમેન્ટ માટે કોઇપણ ટ્રેડિશનલ મેડિસિનની અસરનોના કોઇ રિવ્યુ કર્યો છે અને ના તો કોઇને સર્ટિફિકેટ આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું આ નિવેદન પતંજલિ આયુર્વેદનાએ દાવાના લગભગ એક દિવસ બાદ આવ્યું છે. જેમાં કહ્યું હતું કે કોરોનિલ દવાને વિશ્વ આરોગ્ય સંસ્થાની સર્ટિફિકેશન સ્કીમની અંતર્ગત આયુષ મિનિસ્ટ્રીમાંથી સર્ટિફિકેટ મળ્યું
ઉત્તર પ્રદેશના બિજનોરમાં નવા ૩ કૃષિ કાયદાનો અનોખો વિરોધ જાેવા મળ્યો છે. ચાંદપુર ક્ષેત્રના એક ખેડૂતે કાયદાના વિરોધમાં પોતાના ૫ વીઘા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને નષ્ટ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પોતાના ફેસબુક પર વાયરલ કરીને ભાકિયૂના જિલ્લાધ્યક્ષ દિગંબર સિંહે બિજનોરમાં પાક નષ્ટ કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે તેવો દાવો કર્યો […]
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન દરમિયાન દૈનિક સ્તરે કોરોના સંક્રમણના નવા કેસોમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવાની અને મ્યૂટેન્ટ સ્ટ્રેન્સ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.વિતેલા દિવસોમાં દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો નોંધાયો હતો, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં સ્થિતિ વધુ ગંભીર […]
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ વેક્સીનની રાહ જાેઇ રહેલા દેશોને ધીરજ રાખવાની અપીલ કરી છે. એ ભારતમાં વેક્સિનની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા જ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનકાએ વિકસિત કર્યું છે. અદાર પૂનાવાલાએ રવિવારની સવારે ટિ્વટ કરીને
ભારત અને ચીન વચ્ચે ફરી એક વખત સૈન્ય વાતચીત થઇ. આ વાતચીત શનિવાર સવારથી શરૂ થઇને રવિવારે સવારે ૨ વાગ્યા સુધી અંદાજે ૧૬ કલાક સુધી ચાલી. વાતચીત દરમ્યાન ભારતે પૂર્વ લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ વિસ્તારમાંથી પણ સૈનિકોની વાપસી પર જાેર આપ્યું. બંને દેશ પેંગોગ ઝીલના ઉત્તર અને દક્ષિણ છેડેથી ભારત અને ચીનના સૈનિકો, […]
પુડુચેરીમાં વી. નારાયણસામી સરકાર સદનમાં બહુમત સાબિત કરે તે પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે કોંગ્રેસ માટે અહીં કપરા ચડાણ જાેવા મળી રહ્યા છે. કોંગ્રેસની સરકાર પોતાનો બહુમત ખોઈ ચુકી છે. રાજ્યપાલના આદેશ અનુસાર સોમવારે અહીં સરકારને બહુમત સાબિત કરવાનો થાય છે. કોંગ્રેસ નેતા લક્ષ્મીનારાયણને કહ્યુ હતું કે, કોંગ્રેસમાં તેમની કદર થતી નથી. એટલા […]
ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને ગયા છે અને કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. પેટ્રોલની કિંમત દેશના ઈતિહાસમાં પહેલી જ વાર પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાના આંકે પહોંચી છે. અમુક રાજ્યોમાં સ્થાનિક કરવેરાને કારણે પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાથી પણ વધારે કિંમતે વેચાય છે. આ સ્થિતિમાં, કેન્દ્રના સ્વાસ્થ્ય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ એવો […]
જેએનયુની સ્થિતિ શું છે, બધા લોકો જાેઇ રહ્યા છે, વસતી ગણતરીમાં આદિવાસીઓને જગ્યા નથી મુખ્યમંત્રી હેમંત સોરેનએ હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સને વર્ચુઅલ માધ્યમથી સંબોધિત કરી. તેમણે કહ્યું કે આદિવાસી કયારેય હિન્દુ નહોતા અને ના તો હિન્દુ છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે અને તેના અલગ રીત-રિવાજ છે. સદીઓથી આદિવાસી સમાજને દબાવામાં આવી રહ્યો છે, કયારેક ઇન્ડિજિન્સ, […]
દેશમાં કોરાના વાઇરસના ૧૧,૦૦૦થી સતત વધુ નવા કેસ નોંધાયા છે. જાેકે દેશમાં નવા કેસો ઘણા સમયથી ૨૦,૦૦૦થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૧.૦૯ કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૧૩,૯૯૩ નવા કેસ સામે આવ્યા છે. […]
Recent Comments