fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 248)
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિક્ષા કાર્યક્રમ જાહેર, ૨૨,૫૨૪ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ પરિક્ષા કાર્યક્રમ જાહેર થયો છે. નોંધનીય છે કે આગામી ૨૧ ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીબીએ, બીએસસી, એલએલબી અને બીએસડબલ્યુની સેમેસ્ટર ૫ની પરીક્ષા યોજાશે. જ્યારે કે બીએસસી-આઇટી,
સૌરાષ્ટ - કચ્છ

સોરઠની સાન ગણાતા સાવજ છેલ્લા ૨૦ દિવસથી રાજકોટના મહેમાન બન્યા

સોરઠની સાન ગણાતા સાવજ છેલ્લા ૨૦ દિવસથી રાજકોટના મહેમાન બન્યા છે. રાજકોટના સરધાર રેન્જના ગામડાઓમાં ત્રણ સિંહ જાેવા મળ્યા છે. સિંહના આગમનને ફોરેસ્ટ વિભાગ નવા વિસ્તાર હોવાનું માનીને વનરાજાની પાછળ પેટ્રોલિંગ કરી રહી છે. જાેકે સિંહપ્રેમી ગીરના જંગલોમાં થયેલા વિસ્તાર અને તૃણભક્ષી પશુઓની અછતના કારણે સિંહ તેમના વિસ્તાર છોડીને બહારના વિસ્તારોમાં આવતા હોવાનો દાવો કરી […]
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરમાં જાહેરમાં યુવકની હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ

ભાવનગર શહેરનું એકદમ છેવાડાનું ગામ એટલે કે રૂવા ગામ. ગામ નજીક આવેલા બાલા હનુમાન મંદિર પાસે જિગ્નેશ ડાભી નામનો વ્યક્તિ ઊભો હતો. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો આવી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આશરે ૧૧થી ૧૨ વાગ્યાની વચ્ચે હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે. મૃતક યુવકને દિવાળી પહેલા કેટલાક શખ્સ સાથે કોઈક બાબતે માથાકૂટ […]
સૌરાષ્ટ - કચ્છ

ખેડૂતોની મુશ્કેલીયો વધીઃ રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ૩ દિવસ માટે બંધ કરાઈ

ગુજરાતમાં ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદથી ભીંજાયા છે. કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે. ખેતરમાં ઉભો પાક અને યાર્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. જેથી ૩ દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને પગલે આ […]
સૌરાષ્ટ - કચ્છ

ગઢડા સત્તાના વિવાદઃ ડીવાયએસપી દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ અધિકારી ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી દ્વારા ચેરમેન રમેશ ભગતને મારમારી બહાર કાઢવામાં આવ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ચેરમેનનો આક્ષેપ છે કે, ૬ ડિસેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યે ડીવાયએસપી નકુમે વડતાલના નૌતમ સ્વામીના કહેવા મુજબ અયોગ્ય વર્તન કર્યું. […]
સૌરાષ્ટ - કચ્છ

કેબીસીઃ અમિતાભ બચ્ચન સાથેની રમતમાં રાજકોટની રચનાએ જીત્યા ૩.૨૦ લાખ

ભાવનગરમાં જન્મેલી અને મૂળ રાજકોટની રચના ત્રિવેદી કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨માં હોટસીટ પર પહોંચી હતી. રાજકોટમાં રહી ધ સ્કૂલ ઓફ સાયન્સ અને બાદમાં આત્મીય ઇન્સ્ટિયુટ માં કોલેજ અભ્યાસ કરી બિઝનેસ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી ૩૦ વર્ષીય રચના જગદીશભાઇ ત્રિવેદી કોન બનેગા કરોડપતિ સિઝન ૧૨ માં હોટ સીટ પર સ્થાન મેળવી માતા પિતા, પરિવાર […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાના વધુ ૩૬ કેસ, ૨૪ કલાકમાં ૭ દર્દીના મોત

રાજકોટમાં કોરોનાની સારવાર માટે ૨૬૦૦ બેડની જગ્યાએ ૧૮૨૯ બેડ ખાલી રાજકોટમાં આજે બપોર સુધીમાં ૩૬ કેસ નોંધાયા છે. કોરોનાથી ૨૪ કલાકમાં ૭ દર્દીના મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૧૭૪૦ પર પહોંચી છે. રાજકોટમાં ૮૧૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘડાટો જાેવા મળી રહ્યો છે.રાજકોટમાં કોરોનાના કેસ ૧૬૦ પર પહોંચ્યા બાદ […]
સૌરાષ્ટ - કચ્છ

હરિજીવનદાસ સ્વામીનો એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ

ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. સંસાર છોડીને પ્રભુ શરણમાં આવેલા સંતો વચ્ચે સત્તા માટે રાજકીય પક્ષો જેવી સાઠમારી ચાલી રહી છે ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બંધને ન મળ્યું સમર્થનઃ લોકોએ કહ્યું-બંધ એ કોઈ વિકલ્પ નથી

આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ તેની કોઈ અસર રાજકોટમાં ન જાેવા મળી. આજે રાજકોટમાં સવારથી જ બધુ ખુલ્લુ જાેવા મળ્યું. બસ સેવા, રીક્ષા, બજારો બધુ જ સવારથી ચાલુ છે. અનેક માર્કેટ સવારથી ખુલ્લી છે. રાજકોટમાં ભારત બંધની અસર નહિવત જાેવા મળી. બે માર્કેટ યાર્ડને બાદ કરતાં તમામ બજારો ખુલ્લા છે. રાજકોટમાં જનજીવન […]
સૌરાષ્ટ - કચ્છ

કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧ હજાર ૫૦૦ને પાર રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦ના મોત, ૩૦ કેસ પોઝિટિવ

કેસ વધતાં કેન્સર હોસ્પિટલ કોવિડમાં ફેરવાઈ રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૦ દર્દીના કોરોનાથી મોત થયા છે અને ૩૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧ હજાર ૫૦૦ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૦૦થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. […]