રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. બેડી યાર્ડમાં અત્યારે મગફળીની ૧.૫૦ લાખ ગુણીની આવક થઈ છે. ગઈકાલથી જ બેડી માર્કેટ યાર્ડ બહાર ૨ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આજે માર્કેટ યાર્ડમાં મગફળીના ૯૦૦થી ૧૦૫૦ સુધી ભાવ બોલાયા હતાં. ખેડૂત આંદોલનના પગલે આવતીકાલે રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડ બંધ
ગઢડા ગોપીનાથજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. રવિવારે દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હટાવી આચાર્ય પક્ષના રમેશ ભગતને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે.જે મુજબ, રાત્રે ૮ કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં […]
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર કિસાનો દ્વારા સતત ૧૧ દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કિસાનો દ્વારા ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. કિસાનોના ભારત બંધને રાજકીય પાર્ટીઓ સહિત અનેક પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. તો હવે કિસાનોના ભારત બંધને ગુજરાતમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. વડોદરા બાદ હવે રાજકોટ […]
શિયાળાના આગમન સાથે જ તાલાલા પંથકની ધરતીના પેટાળમાં ફરી સળવળાટ શરૂ થયો હોય તેમ મધરાત્રીના 1:15 મિનિટે 2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, તો ત્યારબાદ 1:42 મિનિટે 1.7, 3:11 મિનિટે 2.2, 3:46 મિનિટે 3. 3 તીવ્રતા, 3: 55 મિનિટે 3.2ની તીવ્રતા, તો તે જ સમયગાળામાં બીજો 3:55 મિનિટે 3.1ની તીવ્રતા નો આંચકો આવ્યો હતો, 3:58 મિનિટે […]
રાજકોટમાં કોરોનાની વેક્સિનને લઈને તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોનાની વેક્સિન આવશે ત્યારે વેક્સિનને શહેરના મનુબેન સેનેટોરિયમમાં ૈંન્ઇ ફ્રીજ અથવા ડીપ ફ્રીજમાં રાખવામાં આવશે. ૈંન્ઇ ફ્રીજનું ટેમ્પરેચર ૨ ડિગ્રીથી ૮ ડિગ્રી સુધી અને ડીપ ફ્રીજનું ટેમ્પેરચર માઈન્સ ૨૫ ડિગ્રી સુધી કરી શકાય છે. આજે વીડિયો કોન્ફરન્સથી વેક્સિન કઈ ડિગ્રીમાં રાખવામાં આવશે તેની માહિતી અપાઈ […]
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ૯ દિવસ બાદ આજે વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી મૃત્યુઆંક ૬ પર પહોંચી ગયો છે. આગની ઘટમાં ગંભીર રીતે દાઝી જતા ગાંધીધામના ૬૬ વર્ષના દર્દી થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિને ગોકુલ હોસ્પિટલમાં ૈંઝ્રેં વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યાં હતાં. ત્યારે આજે મોડી […]
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના […]
છેલ્લા એક અઠવાડિયાથી દેશભરના અલગ અલગ રાજ્યના ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેને સમર્થન આપવા માટે રાજકોટ કિસાન સંઘ દ્વારા આજે (શુક્રવાર) આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કિસાન સંઘના નેતાઓ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં કરતાં જિલ્લા કલેકટર કચેરી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે બાદ કિસાન […]
રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્ર દોડતું થયું હતુ. રણજીત નામના આરોપીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ આરોપી હત્યા અને ચોરી સહિતના ૪૦ ગુનામાં સંડોવાયેલો છે. ત્યારે કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટમાં કોરોનાને લઇ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં સતત વધી રહેલા કેસને લઇને તંત્ર ચિંતામાં છે. ત્યારે રાજકોટમાં છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં ૧૨ દર્દીઓના મોત થયા છે. જે જાેતા કહી શકાય કે રાજકોટમાં પણ કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકનો મૃત્યુઆંક સૌથી […]
Recent Comments