રાષ્ટ્રીય

કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને ૫ અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

૮૮ વર્ષીય કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને ૫ અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે હોસ્પિટલની બાલ્કનીમાંથી સમર્થકોનો આભાર માન્યો.
ફેફસાના ચેપ લાગવાના કારણે પોપને ૧૪ ફેબ્રુઆરીએ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી પોપ વેટિકન સિટીમાં તેમના ઘર, કાસા સાન્ટા માર્ટા પાછા ફર્યા હતા. શનિવારે, તેમની તબીબી ટીમના વડાએ કહ્યું કે વેટિકન પાછા ફર્યા પછી ફ્રાન્સિસને વધુ બે મહિના આરામની જરૂર પડશે.
શનિવારે, પોપના ડોક્ટરોએ કહ્યું કે, સારવાર દરમિયાન બે વખત તેમના જીવને જાેખમ હતું, પરંતુ હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે અને કોઈ જાેખમ નથી.
વેટિકન કાર્ડિનલ વિક્ટર મેન્યુઅલ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે, પોપ ફ્રાન્સિસ ધીમે ધીમે પોતાની શક્તિ પાછી મેળવી રહ્યા છે, પરંતુ લાંબા ગાળાની હાઇ-ફ્લો ઓક્સિજન થેરાપીને કારણે તેમણે ફરીથી સ્પષ્ટ રીતે બોલતા શીખવું પડશે. ઘણી વખત ઓક્સિજનના ઊંચા પ્રવાહને કારણે વ્યક્તિનું મોં અને ગળું સુકાઈ જાય છે, જેના કારણે બોલવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ઉચ્ચ પ્રવાહ ઓક્સિજન શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

Related Posts