દારૂ નીતિ કૌભાંડ મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું નામ નથી. સીબીઆઈએ ચાર્જશીટમાં જેમને આરોપી બનાવ્યા છે તેમના નામ વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, સમીર મહેન્દ્રુ, અરુણ રામચંદ્ર પિલ્લાઈ, મુથા ગૌતમ, એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી કમિશનર કુલદીપ સિંહ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર નરેન્દ્ર સિંહ છે. આ મામલે સીબીઆઈએ ૧૦ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈ તરફથી આ ચાર્જશીટ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં દાખલ કરાઈ છે.
આ એ જ કોર્ટ છે જ્યાં પહેલેથી આ કેસની સુનાવણી ચાલુ છે. સીબીઆઈએ જાણકારી આપી છે કે કુલ ૭ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. જેમાંથી ૩ સરકારી અધિકારી છે. આ સાથે જ તપાસ એજન્સીએ જણાવ્યું કે આ કેસમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ તપાસ ચાલુ છે. ચાર્જશીટ મુદ્દે આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા આવી છે. પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સિસોદિયાનું નામ ચાર્જશીટમાં ન હોવા પર કહ્યું કે આ દિલ્હીના લોકોની જીત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સત્યમેવ જયતે! સીબીઆઈની ચાર્જશીટમાં સિસોદિયાનું નામ નથી. ઈતિહાસમાં પહેલીવાર જેને આરોપી નંબર વન ગણાવ્યા, તેમનું નામ ચાર્જશીટમાં છે જ નહીં.
જે વ્યક્તિએ ગરીબોના બાળકોને ડોક્ટર -એન્જીનિયર બનાવ્યા, તે વ્યક્તિને ભાજપે ૬ મહિના ગાળો આપી. આ દિલ્હીના લોકોની જીત છે. તેમણે કહ્યું કે સીબીઆઈને એક પણ પુરાવો મળ્યો નહીં. સાબિત થઈ ગયું કે આખો કેસ ફેક હતો. ફક્ત ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં છછઁ ને બદનામ કરવા માટે આખો દિવસ ભાજપ ખોટી પ્રેસ કોન્ફરન્સ કરતો હતો. અત્રે જણાવવાનું કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવી આબકારી નીતિ લાગૂ કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આખરે રદ કરી નાખી.
Recent Comments