ગુજરાત

CBSE ધોરણ ૧૨ની ગણિતની પરીક્ષામાં સપ્લીમેન્ટરી સાથે ગ્રાફ ન આપ્યા, ૧૫ માર્ક્‌સ સુધીનું પેપર છૂટી જતા ફરિયાદ

ઝ્રમ્જીઈ ધોરણ ૧૨ સાયન્સની ગણિતની પરીક્ષામાં સપ્લીમેન્ટરી સાથે ગ્રાફ ના હોવાથી કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાની ૪૫ મિનિટ બાદ સપ્લીમેન્ટરી બદલી આપી હતી. ગ્રાફવાળી સપ્લીમેન્ટરી આપીને ફરીથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જણાવ્યું હતું. જાેકે વિદ્યાર્થીની ૫૦ મિનિટ બગડી હતી, જેની સામે ૧૫ મિનિટ વધારાની આપી હતી. જેથી વિદ્યાર્થીને ૧૦-૧૫ માર્કસનું પેપર છૂટી ગયું હતું. આ બાબતે વિદ્યાર્થીઓએ ઝ્રમ્જીઈમાં ફરિયાદ કરી છે. શનિવારે ઝ્રમ્જીઈ બોર્ડમાં ધોરણ ૧૨ સાયન્સમાં ગણિતની પરીક્ષા હતી. શાંતિ એશિયાટિક સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરીમાં ગ્રાફ જ નહોતો. જેની વિદ્યાર્થીઓને જાણ થતાં સુપરવાઈઝરને જણાવ્યું હતું.

જેથી સુપરવાઇઝરે ૧૦ મિનિટ બાદ જૂની સપ્લીમેન્ટરી લઈને ગ્રાફ વાળી નવી સપ્લીમેન્ટરી આપી હતી. ૫ વિદ્યાર્થીઓએ ફરીથી પેપર લખવાનું શરૂ કર્યું હતું. ૧૦ઃ૩૦થી ૧ઃ૩૦ વાગ્યા સુધીનું પેપર હતું, જેમાં ૧૧ઃ૧૫ વાળા વિદ્યાર્થીઓને નવી સપ્લીમેન્ટરી આપી હતી. ૫૦ મિનિટ મોડા સપ્લીમેન્ટરી આપીને ૧ઃ૩૦ની જગ્યાએ ૧ઃ૪૫ એટલે ૧૫ મિનિટ સુધી લખવા દીધું હતું. વિદ્યાર્થીઓને પેપરમાં ૧૫ માર્ક્‌સ સુધીનું પેપર છૂટી ગયું હતું.

જેને લઈને વિદ્યાર્થીઓએ ઝ્રમ્જીઈમાં મેલ કરીને ફરિયાદ કરી છે. ???????આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમને ૫૦ મિનિટ બાદ નવી સપ્લીમેન્ટરી આપી ફરીથી પેપર લખવા જણાવ્યું હતું. અમને ૫૦ મિનિટની સામે માત્ર ૧૫ મિનિટ જ આપવમાં આવી હતી, જેના કારણે અમારું પેપર છૂટી ગયું છે. અન્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને ગ્રાફ નહોતો, તો તેમને માત્ર નવો ગ્રાફ આપ્યો હતો, જ્યારે અમને નવી સપ્લીમેન્ટરી આપી હતી. ગણિતમાં રોકડા માર્ક્‌સ આવી શકે તેમ હતા, પરંતુ સ્કૂલની ભૂલના કારણે અમારે પેપર છૂટી ગયું, જેના કારણે ભવિષ્ય પર અસર પડી શકે છે.

Related Posts