CBSE ધો. ૧૦નું પરિણામ જાહેર, ૯૯.૦૪ ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ધોરણ-૧૦ના પરિણામ જાહેર થઈ ગયા છે. આ સાથે જ સીબીએસઇ-૧૦માંના વિદ્યાર્થીઓને પોતાના પરિણામનો ઇંતઝાર ખત્મ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ-૧૦ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે ૧૦મામાં ૯૯.૦૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે. પાસ થનારા છોકરાઓની સરખામણીએ છોકરીઓની ટકાવારી ૦.૩૫ ટકા વધારે રહી છે. સીબીએસઇ પ્રમાણે ૫૭ હજાર ૮૨૪ વિદ્યાર્થીઓને ૯૫ ટકાથી વધારે માર્ક્સ મળ્યા છે. તો ૨ લાખ વિદ્યાર્થીઓનો સ્કોર ૯૦થી ૯૫ ટકાની વચ્ચે રહ્યો છે. ૧૦માંની પરીક્ષા માટે ૨૧ લાખ ૧૩ હજાર ૭૬૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી ૨૦ લાખ ૯૭ હજાર ૧૨૮ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો ૧૬ હજાર ૬૩૯ વિદ્યાર્થીઓનું પરિણામ અત્યારે તૈયાર નથી થયું. આમનું પરિણામ જાહેર કરવાની તારીખ બાદમાં જણાવવામાં આવશે.
આ વર્ષે રિઝલ્ટ માટે છેલ્લા ૩ વર્ષમાં સ્કૂલના સૌથી સારા પરિણામવાળા વર્ષને આધાર વર્ષ (રેફરન્સ યર) માનવામાં આવ્યું છે. વિષયવાર માર્ક્સ નક્કી કરવાની પણ આ જ રીત રહી. રેફરન્સ યરમાં તમામ વિદ્યાર્થીઓના સરેરાશ અંક પ્રમાણે જ આ વર્ષનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જાે કે વિદ્યાર્થીઓના વિષયવાર માર્ક્સથી ૨ અંક ઓછા અથવા વધારે હોઈ શકે છે. વિદ્યાર્થીઓના ૧૦૦ માર્ક્સ ૨૦ માર્ક્સ- ઇન્ટરનલ અસેસમેન્ટ, ૧૦ માર્ક્સ- યુનિટ ટેસ્ટ/પીરિયોડિક ટેસ્ટ, ૩૦ માર્ક્સ- મિડટર્મ/હાફ યરલી ટેસ્ટ, ૪૦ માર્ક્સ- પ્રી બૉર્ડ એક્ઝામિનેશનથી જાેડવામાં આવ્યા છે.
Recent Comments