રાષ્ટ્રીય

CEC રાજીવ કુમાર ૬૫ વર્ષની વય પૂર્ણ કર્યા પછી ૧૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નામોની સૂચિ તૈયાર કરવા માટે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં સર્ચ સમિતિની રચના દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) ની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરવા માટે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની અધ્યક્ષતામાં એક સર્ચ સમિતિની રચના કરવામાં આવી છે. એક આદેશને ટાંકીને સૂત્રોએ સોમવારે (૨૭ જાન્યુઆરી, ૨૦૨૫) આ માહિતી આપી હતી કે આ સમિતિના ૨ સભ્યોમાં નાણા વિભાગના સચિવ અને કર્મચારી અને તાલીમ વિભાગના સચિવનો સમાવેશ થાય છે.

સાથેજ સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા ૧૭ જાન્યુઆરીએ જારી કરાયેલા આદેશ હેઠળ સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેની બેઠક ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન યોજાય તેવી શક્યતા છે. અત્યાર સુધી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનરને ઝ્રઈઝ્રની નિવૃત્તિ પછી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બઢતી આપવામાં આવતી હતી. જાે કે, ઝ્રઈઝ્ર અને ચૂંટણી કમિશનરો (ઈઝ્ર) ની નિમણૂકો અંગે ગયા વર્ષે નવો કાયદો લાગુ થયા પછી, નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે સર્ચ કમિટી ઝ્રઈઝ્ર અને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે સચિવ-સ્તરના પાંચ અધિકારીઓના નામોની યાદી તૈયાર કરે છે. ઝ્રઈઝ્ર રાજીવ કુમાર ૧૮ ફેબ્રુઆરીએ ૬૫ વર્ષની વય પૂર્ણ કરીને નિવૃત્ત થશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, ૨૦૨૩ ની જાેગવાઈઓ પ્રથમ વખત ઝ્રઈઝ્રની નિમણૂક માટે લાગુ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે અનૂપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયલના રાજીનામાથી સર્જાયેલી ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસએસ સંધુની નિમણૂક કરવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અધિનિયમ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આ સમિતિમાં લોકસભામાં વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો સમાવેશ થશે. રાજીવ કુમાર પછી જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ ૨૬ જાન્યુઆરી ૨૦૨૯ સુધી છે.

Follow Me:

Related Posts