ગુજરાત

ખીલી પૂજન સાથે ભુજ શહેરનાં 478મા સ્થાપના દિવસની ઉજવણી

ભુજ શહેરનાં ૪૭૮મા સ્થાપના દિન નિમિત્તે નગરપાલિકા દ્વારા પરંપરા મુજબ રાજવી પરિવારને સાથે રાખીને પ્રાગમહેલ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યુ હતું. બાદમાં કેક કાપવાની સાથે શહેરનાં દૃશ્યો દોરવાની સ્પર્ધાનાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતાભુજ શહેરનાં ૪૭૮મા સ્થાપના દિન નિમિત્તે નગરપાલિકા દ્વારા પરંપરા મુજબ રાજવી પરિવારને સાથે રાખીને પ્રાગમહેલ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યુ હતું. બાદમાં કેક કાપવાની સાથે શહેરનાં દૃશ્યો દોરવાની સ્પર્ધાનાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો દ્વારા ઐતિહાસિક શહેરનાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.સવારનાં સમયે ઉજવણીનાં પ્રારંભે પાલિકાનાં ઉપપ્રમુખ સહિતનાં પદાધિકારીઓ, અગ્રણીઓ સહિતનાં લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પ્રાગમહેલ પહોચ્યા હતા. બાળકો દ્વારા બેનર સાથે રેલી પણ યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે પ્રવાસીઓ પણ બે ઘડી ઊભા રહી ગયા હતા. આ પ્રસંગે રાજવી પરિવારનાં તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજાએ ભુજવાસીઓને શહેરનાં ૪૭૮મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે કહ્યં કે, પહેલાં અહીં પ્રાગમહેલ ખાતે ખીલી પૂજન મહારાવ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ બાદમાં લોકશાહી પ્રણાલી શરૂ થતાં ખીલી પૂજનનો હક શહેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિને આપવામાં આવ્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.આ તકે પાલિકાનાં ઉપપ્રમુખ ઘનશ્યાન સી. ઠક્કરે જણાવ્યું હતું કે, પાલિકાની સમગ્ર ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક શહેરનાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં શહેરીજનોના સહકારથી ભુજને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં આવશે. ભુજ શહેર પ્રવાસન ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે આ દિશામાં પણ પાલિકા હાલે બાગ -બગીચાનુ નવીનીકરણ, રસ્તા સુધારણા સહિતનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે. પ્રજાની સુખાકારી માટેનાં તમામ પ્રયાસો આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ છે તેમાં શહેરીજનો મદદરૂપ બને, જ્યાં ત્યાં કચરો ન ફેંકે, ડોર ટુ ડોર સેવાનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.ભુજનાં ૪૭૮મા સ્થાપના દિને સત્યમ્ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળનાં સંયુક્ત ઉપક્રમે વહેલી સવારે ભુજિયા ડુંગર પાસેથી દૂધની ધારાવડી કરવામાં આવી હતી. પ્રાગમહેલમાં ખીલી પૂજન બાદ ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કાપવામાં આવી હતી. ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠી બારી તથા ચારેય રિલોકેશન સાઇટમાં આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યા હતા.ભુજનાં સ્થાપના દિન નિમિત્તે શાળાનાં બાળકોને ભુજ દર્શન કરાવવામાં આવ્યું હતું. બાળકો માટે શહેરનાં દૃશ્યો દોરવાની પણ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેના વિજેતાઓને અગ્રણીઓનાં હસ્તે ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સવારે બાળકો દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી, જેમાં બાળકો વિવિધ બનેરો સાથે જોડાયા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા.

Related Posts