fbpx
અમરેલી

સાવરકુંડલામાં જિલ્લા કક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 અમરેલી જિલ્લા કક્ષાની ૭૬મા પ્રજાસત્તાક પર્વની સાવરકુંડલાની ભૂમિ પર આન, બાન અને શાન સાથે ઉજવણી થશે. આ રાષ્ટ્રીય પર્વે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વે અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના વરદ હસ્તે  ધ્વજ વંદન થશે. સાવરકુંડલાના હાથીસણી રોડ સ્થિત વી.જે. પારેખ આંખની હોસ્પિટલના પટાંગણમાં ૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૯.૦૦ કલાકે ધ્વજ વંદન કરવામાં આવશે.

આ રાષ્ટ્રીય પર્વે પોલીસ ટુકડી દ્વારા ધ્વજ સલામી અને રાષ્ટ્રગાન બાદ જિલ્લા કલેકટરશ્રી દવારા પરેડ નિરિક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા માર્ચ પાસ્ટ કરશે. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રજાજોગ સંબોધન કરશે. આ રાષ્ટ્રીય અવસરે દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને દર્શનીય ટેબ્લો રજૂ કરવામાં આવશે, જે પ્રજાજનો માટે એક લહાવો બની રહેશે. આ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીશ્રી અને વિશિષ્ટ કામગીરી બદલ કર્મયોગીશ્રીઓનું બહુમાન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સર્વે નાગરિકોને સહભાગી બનવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે.

Follow Me:

Related Posts