દામનગર ના આસોદર સંસ્કૃત સપ્તાહ મહોત્ત્સવની ઉજવણી.આજ રોજ તા.૦૬/૦૮/૨૫ થી ૦૮૦૮૨૫ સુધી શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્ત્સવ ઉજવણીનું આયોજન હાથ ધરેલ.જેમાં તારીખ ૦૬/૦૮/૨૫ ના રોજ આગવા આયોજન મુજબ સંસ્કૃત માં પ્રાર્થના,ધૂન, ગીત,સુવિચાર,સમાચાર, વાર્તા,બાળકોએ રજૂ કરેલ.આંગણવાડી કાર્યકર, શાળા વિકાસ સમિતિ, અને આગેવાનો સાથે ગામમાં નિર્ધારિત કરેલ સ્થળોએ સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરેલ.સંસ્કૃત ભાષાનું મહત્ત્વ, ભાષાઓની જનની,દેવભાષા વિગેરે બાબતે આચાર્ય શ્રી સુરેશભાઈ એ સમજ આપેલ.ત્રણ દિવસ ના કાર્યક્રમ ની ઝાંખી પ્રસ્તુત કરેલ.બાળકોએ પણ આ કાર્યક્રમ ને હર્ષભેર માણ્યો અને સઘળી જવાબદારી સ્વીકારેલ.આ તકે આચાર્ય શ્રી અને શાળા પરીવારે કાર્યક્રમ ને સફળ બનાવવા ભાગીદારી નોંધાવી પધારેલ સૌ કોઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી.જયતું સંસ્કૃતં જયતું ભારતં
દામનગર ના આસોદર સંસ્કૃત સપ્તાહ મહોત્ત્સવની ઉજવણી.

Recent Comments