ગુજરાત

સૂર્ય ભગવાનની ઉપાસનાના પાવનકારી પર્વ “છઠ પૂજા”ની ઉજવણી

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સુગર ફેકટરી માં સૂર્ય ભગવાનની ઉપાસનાના પાવનકારી પર્વ “છઠ પૂજા”ની ઉજવણી ધામધુમથી કરવામાં આવેલ,

સનાતન ધર્મનો આ પવિત્ર અને પૂજનીય તહેવાર દરેક ના જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તે માટે 

 છઠ પૂજા,આસ્થા, સંયમ અને સૂર્ય આરાધનાની ભક્તિમય ઉજવણીના મહાપર્વ “છઠ પૂજા” ની મંગલમય આરાધના,

ઉગતા સૂર્યને અંજલિ આપી છઠ મૈયાની આરાધના કરવા, નારીશક્તિ શ્રદ્ધા, સ્નેહ અને અડગ સંકલ્પના આ પવિત્ર પૂજાથી સૌના જીવનમાં આરોગ્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે ,ભગવાન સૂર્યનારાયણ ને અર્ઘ્ય આપી,વંદના કરવા માટે છઠપુજાનુ વ્રત કરનાર બહેનો માટે ચલથાણ સુગર ફેકટરી તરફથી કોલોનીના બહેનો માટે સુંદર આયોજન કરવામાં આવેલ,

 કાર્તિક માસમાં ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિનું પૂજામાં વિશેષ મહત્વ રહેલુ છે. આમ તો છઠ પૂજાનુ વૈજ્ઞાનિક મહત્વ પણ એટલુ જ છે.

જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ ભોજન અને પાણી લીધા વગર કઠોર તપસ્યા કરીને શક્તિ પ્રાપ્ત કરતા હતા. આ ઋષિ મુનિઓ છઠ પૂજાની વિધી દ્ધારા ભોજન અને પાણી લીધા વગર જ સૂર્યના સંપર્કમાં રહીને ઉર્જા પ્રાપ્ત કરતા હતા.આમ જોવા જઇએ તો છઠ પૂજાને ખગોળીય તક માનવામાં આવે છે. આ સમયમાં સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની સપાટી ઉપર સામાન્યથી વધારે પ્રમાણમાં એકત્ર થાય છે. જેને લઇને ખરાબ પ્રભાવોથી રક્ષણ મેળવવા માટે આ વ્રત કરવુ ખૂબ જરૂરી છે એવી પણ માન્યતા છે ,પ્રકૃતિની પૂજા અને લોક આસ્થાનો મહાપર્વ એટલે છઠ પૂજા,આસ્થા નુ પર્વ છઠ પુજા ઘણા વર્ષો થી ચલથાણ સુગર ફેકટરી માં  મહોત્સવ ઉજવાય છે,આ વખતે પણ નિર્વિઘ્નપણે ભક્તિભાવ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી

Related Posts