અમરેલી

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી

અમરેલી તા.૨૮ જાન્યુઆરી,૨૦૨૫ (મંગળવાર)  ભારત સરકાર દ્વારા તા.૧ થી તા.૩૧ જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરુપે રાજુલાના કોવાયા ખાતે અમરેલી આરટીઓઅમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ અને ખાનગી કંપની દ્વારા માર્ગ સલામતી માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં લોકો અને વાહન ચાલકો માર્ગ સલામતી માટે પ્રેરિત અને પ્રતિબદ્ધ થયા હતા. 

આ કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એમ.વી. શાહ અને ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. ગોહેલે માર્ગ સલામતી માટેના વ્યવહારો જ્ઞાન અને વાસ્તવિક અનુભવોથી લોકોને રોડ સેફ્ટી માટે પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે જાગૃત્તિ રાખવા અને શિસ્તની જરુરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

યુનિટ હેડ શ્રી સંભવ શ્રીવાસ્તવે રોજિંદા જીવનમાં માર્ગ સલામતીના નિર્ણાયક મહત્વ પર પ્રકાશ પાડતા પ્રેરક આંતર દ્રષ્ટિ પ્રદાન કરી હતી.અલ્ટ્રાટેક સિમેન્ટ લિ., ગુજરાત સિમેન્ટ વર્કસ દ્વારા આ રોડ સેફટી વીક સેલિબ્રેશન: એ ઇમ્પેક્ટ એન્ડ ઇન્સ્પિરેશન અંતર્ગતના આ કાર્યક્રમમાં વાહન ચાલકો દ્વારા સર્જનાત્મક અને વિચાર પ્રેરક આર્ટ વર્કનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સમગ્ર સપ્તાહ દરમિયાન વાહન ચાલકો માટે માર્ગ સલામતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં રિયલ ટાઈમ સુરક્ષા પડકારો અને ઉકેલોદ્રશ્યતા અને સલામતીમાર્ગ સલામતી માટે એકતા અને સહયોગને પ્રોત્સાહન આપતો અર્થપૂર્ણ સંવાદઅગ્નિશામક અને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમ સહિતની માર્ગ સલામતીની બાબતોને આવરી લેવામાં આવી હતી.

આ તકે શ્રી પ્રશાંત ત્રિપાઠીશ્રી મયુર ઠક્કરશ્રી દિનકર દશોરાશ્રી જય અગ્રવાલશ્રી વિજય મોહતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાતેમ અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts