વડોદરા ની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વડોદરા (અનાથ દિવ્યાંગોનો આશ્રમ) ખાતે આજ રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિત ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. જેમાં સત્યની શોધના તંત્રીશ્રી નિલેશભાઈ પાઠક ,શ્રી રંગ સેવાતર્થ ના પ્રમુખ શ્રી ડોક્ટર કનુભાઈ અને તેમના પરિવાર સાથે ખાટંબા ગામના સરપંચ શ્રી અને તેમના સભ્યો હાજર રહેલ તેમજ વડોદરા શહેર ના વિવિધ મહિલા ગ્રુપ દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધીને મોઢું મીઠું કરાવવામાં આવેલ.તેમજ સાંપ્રત સંસ્થાના બાળકોને ભોજન કરાવવામાં આવેલ.રાજમહેલ રોડ સ્ત્રી સમાજના પ્રમુખશ્રી હેમા બહેન મેહતા અને અન્ય સભ્યબહેનો દ્વારા બાળકોને જરૂરી વસ્તુઓનું દાન આપવામાં આવેલ,ઉષાબેન ગાંધી દ્વારા બાળકોને આર. ઑ પ્લાન્ટ તેમજ એ.સી.નું દાન આપવામાં આવેલ.સાગરભાઈ દેસાઈ દ્વારા રસોઈ માટેના વાસણો આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત
વિપિનભાઈ પટેલ,ઠાકોરભાઈ પટેલ,ફોગટભાઈ તડવી,પૂનમબેન લુહાર,ત્રિશાબેન પરધે તેમજ અન્ય મહેમાનશ્રીઓ તેમજ દાતાશ્રીઓ નો હિતેષભાઇ બગડા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જનકભાઈ પરમાર તેમજ રોહિણીબેન દ્વારા જેહમત ઉઠાવવામાં આવેલ.
Recent Comments