મરેલીના સાવરકુંડલા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત એ.આર.ટી.ઓ. અમરેલી અને ૧૦૮ ટીમ અમરેલી વિભાગ દ્વારા રોડ સેફટીને લઈને જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને વાહનધારકોને અકસ્માત નિવારવા રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૦૦ થી વધુ વાહનોમાં વિનામૂલ્યે રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી.
વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવું, ડ્રાઈવીંગ શરુ હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો, રોંગ સાઇડ વાહન ન ચલાવવા, ઓવર સ્પીડ ન કરવી તથા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.અકસ્માત નિવારવા માટે રેડિયમ રિફલેકટર પટ્ટીઓ ફરજિયાત લગાવવી જરુરી છે. વાહન અકસ્માત સમયે એક કલાકના (ગોલ્ડન અવર) સમયમાં મદદ મળતા જિંદગી બચી શકે છે, તત્કાલ ૧૦૮ને ફોન કરવાથી જીવ બચી શકે છે.
તત્કાલ કોલ કરનાર અને મદદ કરનાર વ્યક્તિને ગુડ સમરીટન કહેવાય છે. ગુડ સમરીટનને કલેકટરશ્રીના હસ્તે રુ.૫ હજારનું રોકડ ઈનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છેરોડ સેફ્ટી કાર્યક્રમમાં ૧૦૮ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર ટ્રેઈનિંગ (સીપીઆર) ડેમોસ્ટ્રેશન સાથે વિગતો આપવામાં આવી હતી, તેમ અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.














Recent Comments