તા.૦૩ માર્ચે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી

ભારત સરકારના આરોગ્ય કાર્યક્રમ નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ડેફ્નેસ અંતર્ગત દર વર્ષે તા.૦૩ માર્ચના રોજ વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
બહેરાશ અને સાંભળવાની ખોટની સમસ્યા વિષયક જાગૃત્તિ વધારવાનો છે, સાંભળવાની સમસ્યાનું નિરાકરણ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વર્ષે આ કાર્યક્રમની થીમ Changing mind sets : Empower Yourself to make ear and hearing care a reality for all રાખવામાં આવી છે.
સાંભળવાને લગતી કોઈપણ તકલીફ જણાય તો આ ઉજવણીને ધ્યાનમાં રાખીને નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તપાસ અને સલાહ લેવા તેમજ આ અંગે જાગૃત્તિ કેળવવા અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments