કેન્દ્ર સરકારે ચંદ્રયાન-૫ મિશનને મંજૂરી આપી

ચંદ્રયાન-૪ વર્ષ ૨૦૨૭ માં લોન્ચ થવાની શક્યતા, મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો : ઈસરો ચેરમેન વી. નારાયણન
ઈસરોના ચેરમેન વી. નારાયણને એક મહત્વની વાત કરી હતી કે, ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-૫ મિશન માટે મંજૂરી મળી ગઈ છે. અમે જાપાનના સહયોગથી આ મિશન પાર પાડીશું. તેમણે કહ્યું કે ભારતના ચંદ્રયાન-૫ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે ૨૫૦ કિલોગ્રામ વજનનો રોવર મોકલવામાં આવશે.
ઈસરોના ચેરમેન વી. નારાયણને રવિવારે ચંદ્રયાન-૪ મિશન બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૪ વર્ષ ૨૦૨૭ માં લોન્ચ થવાની શક્યતા છે. ઈસરોના ચેરમેને કહ્યું છે કે ચંદ્રયાન-૪ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો છે.
Recent Comments