ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર તથા વાઘ બકરી ફાઉન્ડેશન સહયોગથી તારીખ 5 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી સુધી ત્રણ માસ માટે યોજાયેલ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સ નો આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. વાઘ બકરી ફાઉન્ડેશનના સી.એસ.આર.ઓફિસર શ્રી મિલનભાઈ પ્રજાપતિ તથા વાઘ બકરી ચા પરિવાર ની હાજરીમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયું. આ ઉપક્રમે તાલીમાર્થીઓએ કોર્સ થી થયેલ ફાયદાઓ પ્રતિભાવો સ્વરૂપે રજૂ કર્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થી ઓની માહિતી તેમજ ત્રણ માસ દરમિયાન અપાયેલ વિવિધ પ્રવૃત્તિઓ ના બ્રોશર નું વિમોચન પણ થયું. સિદ્ધિવિનાયક હોસ્પિટલ ના એમડી ડોક્ટર રાજીવ ઓઝાના માર્ગદર્શન હેઠળ ભાવનગરના વયસ્ક નાગરિકોની સંભાળ માટે વિવિધ તાલીમો દ્વારા તૈયાર થયેલ 48 બહેનો ની સેવા ની નોંધ લેતા વાઘ બકરી ચા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.શ્રી પ્રીતિબેન ભટ્ટ ના સંચાલન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું સંકલન હીનાબેન ભટ્ટ દ્વારા થયું હતું.
શિશુવિહાર તથા વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સ ના તાલીમાર્થી ઓને સર્ટિફિકેટ વિતરણ
















Recent Comments