અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ ચાણક્ય ટ્યુશન ક્લાસીસ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

​સાવરકુંડલા શહેરમાં સ્થાનિક શિક્ષણ જગતમાં અગ્રેસર ગણાતા ચાણક્ય ટ્યુશન ક્લાસીસ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ-૧૨ ના આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનમાંથી મુક્ત થઈ ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડવા માટે પ્રેરણા આપી હતી.આ તકે શશીકાંતભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વેળા વિદ્યાર્થીઓએ 

​પરીક્ષાનો ભય દૂર કરી આધુનિક ટેકનોલોજી તરફ ડગ માંડવા હાકલ કરી હતી. 

​મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સાવરકુંડલાના જાણીતા શિક્ષણવિદ શ્રી શશિકાન્તભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયને કઈ રીતે હળવો કરવો તે વિશે પ્રેક્ટિકલ ટિપ્સ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), કોમ્પ્યુટર અને ઈ-કોમર્સનો છે. આ સાથે તેમણે ગ્લોબલ લેવલે ઇંગ્લિશ વિષયના મહત્વ પર ભાર મૂકી વિદ્યાર્થીઓને આધુનિક કૌશલ્યો કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ધીરુદાદા (વાટલીયા બોર્ડિંગ) ​વાટલીયા બોર્ડિંગના શ્રી ધીરુદાદાએ વિદ્યાર્થીઓને જીવનના મૂલ્યો સમજાવતા જણાવ્યું હતું કે, માત્ર પુસ્તકિયું જ્ઞાન પૂરતું નથી, પરંતુ જીવનમાં આધ્યાત્મિક રીતે આગળ વધવું પણ અનિવાર્ય છે. શ્રદ્ધા અને ધર્મને સાથે રાખીને જો મહેનત કરવામાં આવે, તો પરીક્ષામાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વચનોથી વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

​સફળ આયોજન અને ટીમ વર્ક

​આ સમગ્ર સેમિનારનું સચોટ આયોજન કોમર્સ ફેકલ્ટીના મુખ્ય શિક્ષક શ્રી રાહુલભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં ચાણક્ય ટ્યુશન ક્લાસીસના સંચાલક  જેસીંગભાઇ જીતીયા સહિત આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

​આ સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ હળવા ફૂલ થઈને મક્કમ મનોબળ સાથે પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Related Posts