fbpx
ગુજરાત

ચાંદખેડામાં એક્ટિવા પર બેફામ સ્ટંટ કરનારા બે કિશોર ઝડપાયા, વીડિયો વાયરલ થયા બાદ ચાંદખેડા પોલીસે સઘન તપાસ હાથ ધરી

બન્ને કિશોરેન આગળની કાર્યવાહી માટે એલ ડિવીઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા હતા. સોશિયલ મિડીયા પર એક્ટિવા પર સ્ટંટ કરતા શખ્સોનો વીડિયો વાયરલ થયા બાદ ચાંદખેડા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ,એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડમા પીએસઆઈ વી.જી.ડાભી તથા તેમની ટીમે વાયરલ થયેલા વીડિયોને આધારે રૂટ તથા તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. જેમાં ર્ંદ્ગય્ઝ્ર સર્કલથી જનતાનગર રોડ તરફ જતા રોડ પર એક સફેદ કલરના એક્ટિવા પર ત્રણ અજાણ્યા શખ્સો રાહદારીઓનો જીવ જાેખમાય તે રીતે વાહન હંકારી સ્ટંટ કરતા નજરે ચડ્યા હતા. દરમિયાન સ્ટંટ કરનારા પૈકી બે શખ્સો સ્મશાન રોડ પરથી પસાર થવાના હોવાની માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને બન્નેને ઝડપી લીધા હતા. પુછપરછમાં તેમણે ૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઓએનજીસી સર્કલથી જનતાનગર રોડ પર સ્ટંટ કરીને પોતે એક્ટિવા ચલાવતા હોવાનું તથા તેનો વીડિયો ઉતારીને સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બન્ને કિશોરેન આગળની કાર્યવાહી માટે એલ ડિવીઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા હતા.

Follow Me:

Related Posts