આજે (૧૧ જૂન) પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે અને સવારે ૮ વાગ્યા સુધી મંગલા દર્શન થશે.
દ્વારકાધીશ મંદિરમાં ૧૧ જૂન, બુધવારે પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા ઉત્સવને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે, જે સવારે ૮ વાગ્યા સુધી ચાલશે. ૮ વાગ્યાથી ૯ વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક અને બાદમાં સ્નાન કરાવાશે. ત્યારબાદ બપોરે ૧થી સાંજના ૫ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, જ્યારે સાંજે ૫ વાગ્યે ઉત્થાપન દર્શન થશે. સાંજે ૫થી રાત્રિના ૯.૩૦ વાગ્યા સુધી જલયાત્રા ઉત્સવ ઊજવાશે, જેથી રાત્રે ૯.૩૦ વાગ્યે દર્શન બંધ રહેશે.
આજે પૂનમના દિવસે દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

Recent Comments