રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હિલર સહિત અનેક ખાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં એકનું મોત થયું હોવાનું અને બે-થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દિલ્હીના ફાયર વિભાગે સત્તાવાર જાણકારી આપતા કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે કારમાં બ્લાસ્ટનો કોલ આવ્યો હતો. જે બાદ ત્રણથી ચાર અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા. ફાયર વિભાગની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી, સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ


















Recent Comments