ગુજરાત

સુરત થી સૌરાષ્ટ્ર પહોંચતું પરમાર્થ. જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર ગામડા સુધી પક્ષીઓ માટે નિ:શુલ્ક પાણી ના કુંડા વિતરણ અભિયાન

દામનગર સુરત સ્થિતિ સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર ના ગામડા સુધી પક્ષીઓ માટે નિ:શુલ્ક પાણી ના કુંડા વિતરણ અભિયાન  દાતાશ્રી ઓની પ્રેરણા અને આર્થિક સહયોગ થી જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમવતી ગોલ્ડ ના મોભી પક્ષીઓ માટે નિ:શુલ્ક ૮૦૦૦ થી વધુ પાણીના કુંડા વિતરણ કરવામાં આવી રહ્યું છે.બસો ને એંસી સભ્યો ધરાવતું સુરત નું જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ના અસહ્ય તાપ માં પાણી માટે વલખા મારતા પંખીઓને આમ તેમ વલખા મારવા ન પડે તે હેતુસર ૮૦૦૦ પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવા માટે આગળ આવ્યું છે.”પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર” હર હંમેશ નિરાધાર ના આધાર બની સેવા માટે તત્પર એવા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સેવક વિપુલભાઇ નારોલા અને આ સંસ્થાના પરમ સખાવતી દાતા જીતેન્દ્રભાઈ બાબરીયા મેનેજીંગ ડિરેક્ટર પ્રેમવતી ગોલ્ડ આર્થિક સહયોગ થી ઉનાળા ની ગ્રીષ્મ ના ધગધગતા તાપમાન અબોલ જીવો ની રક્ષા માટે જીવદયા પ્રેમી ઓને વિનામૂલ્યે પાણીના કુંડા આપવામાં આવી રહ્યાં છે. તદુપરાંત ટ્રસ્ટ ના પ્રમુખે પોતાના વતન એવા દામનગર ના ગાયત્રી મંદિર ખાતે પણ ૨૦૦ થી વધુ પાણીના કુંડા મોકલી વતન પ્રેમ નું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે

Related Posts