સાવરકુંડલાના નાવલી નદી પર આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે ચેક ડેમ ઓવરફ્લો,નાવલી નદી બે કાંઠે. હવે એ સમજાતું નથી કે આ કમોસમી વરસાદ છે કે ભર ચોમાસું? છેલ્લા એક અઠવાડિયાથી બપોર પછી દે ધનાધન. .વરસાદ આવે એટલે વીજળી રાણી પણ રિસાઈ જાય. બિલકુલ ચોમાસા જેવો જ માહોલ જોવા મળે છે. રસ્તા પર પણ પાણી પાણી. સાવરકુંડલા ખાતે આવેલ નાવલી નદી પર તાત્કાલિક હનુમાનજી આશ્રમ નજીકનો ચેક ડેમ છેલ્લા ઘણા દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે નાવલી નદી તેના બંને કાંઠે વહી રહી છે. આમ છેલ્લા એકાદ અઠવાડિયાથી બપોર પછી પવન સાથે વરસાદ ખાબકતાં આને માવઠું કહેવું કે ચોમાસુ?
સાવરકુંડલાના નાવલી નદી પર આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે ચેક ડેમ ઓવરફ્લો,નાવલી નદી બે કાંઠે

Recent Comments