ભાવનગર

તાવ આવે ત્‍યારે તાત્કાલિક નજીકના દવાખાનાઓ સંપર્ક કરવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનોઅનુરોધ

ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રમણી કુમારના માર્ગદર્શન તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રકાંત
કણઝરીયાની દેખરેખ હેઠળ વેકટર કંન્ટ્રોલ ટીમ ધ્વારા સર્વેલન્સ અને વેકટર કંન્ટ્રોલ પગલા જેવા કે એબેટ,
ડાયફલ્યુબેનઝુરોન/બાયોલાર્વીસાઇડના ઉપયોગ,મચ્છરદાની જંતુનાશક દવાયુકત, ફોંગીંગ,જંતુનાશક દવા છંટકાવ
વગેરે જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રીય વાહકજન્ય રોગો નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તા.૯ થી ૨૧ મી જૂન સુધી ગ્રામ્ય તેમજ નગરપાલિકા
વિસ્તારમાં વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા રોજેરોજ ઘરોની મુલાકાત લઇ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતી અંગે જરૂરી પગલાઓ
 ડેન્‍ગ્‍યુ રોગ ” એડીસ ” નામના મચ્‍છરથી ફેલાતો રોગ છે.
 ઘર વપરાશમાં પાણી ભરેલા વાસણ તેમજ ટાંકા-ટાંકી દર ત્રીજા દિવસે ખાલી કરી સાફ કરવા અથવા તો દર મંગળવાર ” સફાઇ દિવસ/
ડ્રાય ડે ” તરીકે ઉજવવો.
 ઘરમાં સવારે ગુગળ/લોબાન અને સાંજે લીમડાના પાનનો ધુમાડો કરી મચ્‍છરોને દૂર રાખવા.
 ઘરની પાણીની ટાંકીનું ઢાંકણ ચુસ્‍ત રીતે બંધ કરો. જો ઢાંકણ ન હોય તો નકામી સાડીનો ટુકડો કરી ઢાંકી દો.
 ઘરની અંદરના પાત્રો જેવા કે સિમેન્‍ટ ટેન્‍ક , પક્ષી કુંજ, માટલા કે ફ્રીઝ પાછળની ટ્રેમાં પોરા ન થાય તેનુ ધ્‍યાન રાખવું.
 જુના ભંગારનો નિકાલ કરી નાખવો. ખાસ કરીને ટાયર જો ઘર ઉપર રાખેલા હોય કે આસપાસ હોય તો તાત્‍કાલિક નિકાલ કરવો.
 દરરોજ સાંજના સમયે ઘરના બારી, બારણા બંધ કરવા. ઘરની આજુબાજુ પાણી ભરેલા ખાડા, ખાબોચીયા ઉલેચી નાખવા અથવા
માટીથી પુરાણ કરવુ અને બંધિયાર પાણી વહેવડાવી દેવુ.
 ડેન્‍ગ્‍યુ રોગથી બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓની વધુ કાળજી રાખવી જરુરી છે કારણકે બાળક નાજુક હોઇ રોગ વિશેષ ગંભીર
સ્‍વરુપ લે છે. નાના બાળકને આખુ શરીર ઢંકાય તેવાં કપડા પહેરાવવા, કેમ કે ડેન્‍ગ્‍યુ રોગ ફેલાવતુ એડીસ મચ્‍છર દિવસે કરડે છે.

ડેન્‍ગ્‍યુ રોગની સારવાર માટે જરૂરી સાવચેતી
 તાવ આવે ત્‍યારે માત્ર પેરાસીટામોલ ટેબલેટ લેવી અને તાત્‍કાલિક નજીકના દવાખાનાઓ સંપર્ક કરી તાત્‍કાલિક સારવાર મેળવવી.
 સતત પ ( પાંચ) દિવસ સંપુર્ણ આરામ લેવો. પુષ્‍કળ પ્રમાણમાં પાણી , મોસંબી, સંતરા તેમજ લીંબુ સરબત પીવા. તેમ મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts