મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન – આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે.
આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંત ટેલી કન્સલટેશનથી સજ્જ છે.
એટલું જ નહીં, ખાસ કરીને લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઈકલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર તેમજ લીવર કેન્સર, બ્રેસ્ટ એન્ડ પ્રોસ્ટેટ
કેન્સર જેવા રોગોના નિદાન માટેનું સ્ક્રિનિંગ અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્શનથી આ વાન મારફતે જે તે સ્થળ પર થઈ શકશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલનો જે ઉદાત ધ્યેય રાખ્યો છે તેને ગ્રામીણ સ્તરે વધુ ગતિ આપવામાં આ આશા વાન
ઉપયુક્ત બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલએ આ 10 કેન્સર સ્ક્રિનિંગ વાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જનસેવા માટે અર્પણ કરી તે અવસરે
જેનબર્ક ફાર્માના એમડી શ્રી આશિષ ભૂતા, પ્રેમ ભુતા, ભવિકાબેન ભુતા, કુંતીબેન ગાલા , કેતનભાઈ ગાલા, શ્રુતિબેન ગાલા, અને ઇન્ડિયન રેડ ક્રોસ
સોસાયટી ભાવનગર બ્રાન્ચના ચેરમેન ડો મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિત ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, કાર્તિકભાઈ દવે,
માધવભાઈ મજીઠિયા તથા ડો દિપક જોશી, ડો વિનોદ રાણીગા,ડો યશ, ડો કેવલ, હીનાબેન પટેલ,જયપાલ સિંહ ગોહિલ, અલ્પેશ ચૌહાણ સહિત ના
અધિકારીઓ તથા પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments