ભાવનગર

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવભર્યું સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આજે ભાવનગર એરપોર્ટ ખાતે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા
ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ના સ્વાગત પ્રસંગે કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા,
મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ,
ધારાસભ્ય સર્વશ્રી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી ભીખાભાઈ બારૈયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ.
એન. કે. મીના, રેન્જ આઇ. જી. શ્રી ગૌતમભાઈ પરમાર, કલેકટર શ્રી ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી
શ્રી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ પાંડેય, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ
સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts